Skip Ribbon Commands
Skip to main content

મલ્ટિપલ મોનિટર્સ માટે વિન્ડોઝ 8 (Windows 8)

 

 

            મલ્ટિપલ મોનિટર્સને પર્સનલ કમ્પ્યુટર સાથે જોડવું તે વિન્ડોઝનો અનુભવ વધારવા માટેનો એક સૌથી સરળ રસ્તો છે. મલ્ટિ-મોનિટર સેટઅપમાં મલ્ટિપલ સ્ક્રીન્સ પર વધુ વિન્ડોઝ હોવાથી ઉત્પાદકતા વધે છે. મલ્ટિપલ મોનિટર સેટઅપ પહેલા કરતા અત્યારે બહુ સામાન્ય છે અને ડેવલપર્સ, ગ્રાફિક્સ પ્રોફેશનલ્સ, આર્કિટેક્ટ્સ વગેરે જેવા ઘણા ટેક્નીકલ પ્રોફેશનલ્સે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ડેસ્કટોપ કસ્ટમાઇઝ કરવું વિન્ડોઝ 7 (Windows 7)નું બહુ લોકપ્રિય ફીચર છે. વિન્ડોઝ 8 (Windows 8)એ ઉપયોગમાં લેવાતા પ્રત્યેક મોનિટર પર કસ્ટમાઇઝેશન ફીચર કસ્ટમાઇઝેબલ બનાવ્યું છે.
         પર્સનલાઇઝેશન થીમ પસંદ કરતી વખતે વિન્ડોઝ 8 (Windows 8) આપોઆપ પ્રત્યેક મોનિટર પર અલગ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ મૂકે છે.

 

 

 

 
          વિન્ડોઝ 8 (Windows 8) સ્લાઇડ શો કોડમાં વર્ધિત લોજિક ધરાવે છે જે પ્રત્યેક મોનિટર માટે શ્રેષ્ઠ સાનુકૂળ ઇમેજો પસંદ કરે છે. વિન્ડોઝ 8 (Windows 8)એ પર્સનલાઇઝેશન ઓપ્શન્સમાં નવી પેનોરમિક થીમ આપી છે.


          મલ્ટિ-મોનિટર સેટઅપ મોટો લાભ આપે છે. સિંગલ મોનિટર પર સ્ટાર્ટ, ચાર્મ્સ અથવા તાજેતરમાં ઉપયોગમાં લેવાયેલી એપ્લિકેશન્સ જેવા કોર્નર UI ટ્રીગર કરવા એકદમ સહેલું છે. કોર્નર્સ જ્યારે મલ્ટિ-મોનિટર કન્ફિગ્યુરેશન પર શેર્ડ એજ પર દેખાય છે ત્યારે માઉસ ઓવરશૂટ કરવું અસામાન્ય નથી.


        મલ્ટિપલ મોનિટર ઉપયોગની ડિઝાઇન તૈયાર કરતી વખતે કોર્નર્સ ધ્યાનમાં લેવાયેલું મહત્ત્વનું પરિબળ છે જેના માટે શેર્ડ કોર્નર ટેકનીકનો ઉપયોગ થયો છે.
 


 

 

આના સ્થાને “સ્ટાર્ટ” મેનુને એક મોનિટરથી બીજા મોનિટર પર મૂવ કરી શકાય છે. ટોચના ડાબી બાજુના ખૂણા પર માઉસને લઇ જઇને અને તે મોનિટરમાં એપ્લિકેશન ખોલતા થમ્બનેઇલ પર જઇને પણ એક મોનિટર  પરથી બીજા મોનિટર પર જઇ શકાય છે. ડ્રેગ એન્ડ ડ્રોપ ફીચર મારફતે મેટ્રો સ્ટાઇલ એપ્લિકેશનોને એક મોનિટરમાંથી બીજા મોનિટરમાં લઇ જઇ શકાય છે.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.