Skip Ribbon Commands
Skip to main content

પાવર મેનેજમેન્ટ

 

 

          બેટરીની આવરદા અને વીજળીનો વપરાશ કમ્પ્યુટિંગ ઉદ્યોગના મહત્વના મુદ્દાઓ પૈકીનો એક રહ્યો છે. વિન્ડોઝ 7એ વીજ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો આપ્યો છે અને ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કર્યો છે, ખાસ કરીને મોબાઇલ PC બેટરીની આવરદામાં. વિન્ડોઝ 8એ “હાર્ડવેર શાઇન”ના લોજિક સાથે વીજ વપરાશમાં બચતનો વિકલ્પ આપ્યો છે જે તમામ પ્લેટફોર્મ પર સતત અને પ્રમાણભૂત રીતે પાવર મેનેજમેન્ટ ઇન્ટરફેસ સાથે તૈયાર કરાયો છે. આના કારણે માઇક્રોસોફ્ટના હાર્ડવેર પાર્ટનર અને એપ્લિકેશન ડેવલપરો પ્લેટફોર્મ હાર્ડવેર અને પાવર મેનેજમેન્ટમાં તફાવતના સ્થાને તેમના અનન્ય ઇનોવેશન અને અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

 

          આપેલા કોઇ પણ વિન્ડોઝ પીસી (Windows PC) પર રો પાવર વપરાશએ સીપીયુ (CPU) અને ચીપસેટ, રેમ (RAM)નો પ્રકાર અને માત્ર, સ્પીડ, પ્રકાર અને સ્ટોરેજ ડિવાઇસની ક્ષમતા, સ્ક્રીન સાઇઝ વગેરે સહિતના અનેક પ્લેટફોર્મ પરિબળોનું પરિણામ છે.


         અને વિન્ડોઝ 7 (Windows 7) અને વિન્ડોઝ 7 એસપી1 (Windows 7 SP1)માં વપરાશને અમારી બેઝલાઇન તરીકે ઉપયોગ કરીએ છીએ અને સમગ્ર વિકાર પ્રક્રિયા દરમિયાન અમે તેને વિન્ડોઝ 8માંથી લીધેલા માપનો સાથે સરખાવીએ છીએ.

 

 

 

         મોબાઇલ વિન્ડોઝ PC માટે વીજળી માપવાનો સામાન્ય રસ્તો બેટરી લાઇફ રનડાઉન ટેસ્ટ છે જેમાં બેટરીને 100 ટકા સુધી ચાર્જ કરવામાં આવે છે અને બાદમાં કાર્યભારનું પુનરાવર્તન કરીને તેને 0  ટકા સુધી ડ્રેઇન કરવામાં આવે છે. આ પદ્ધતિ કામ કરે છે પરંતુ ખામીઓ સામે અસલામત છે કારણકે મલ્ટિપલ ચાર્જ/ડિસ્ચાર્જ સાયકલને કારણે બેટરીની ક્ષમતા સ્વાભાવિક રીતે ઘટે છે.


          સોફ્ટવેર વીજ વપરાશને કેવી રીતે પ્રભાવિત કરે છે તેમાં સુધારો કરવા માટે વિન્ડોઝ 8 મુખ્ય 3 ઇનોવેશન્સ ધરાવે છે – મેટ્રો સ્ટાઇલ એપ્લિકેશન મોડલ, આઇડલ હાઇજીન અને નવું રનટાઇમ ડિવાઇસ પાવર મેનેજમેન્ટ ફ્રેમવર્ક.


          વિન્ડોઝ 8માં પાવર મેનેજમેન્ટનું નવું ઇનોવેશન મેટ્રો સ્ટાઇલ એપ્લિકેશન મોડલ છે. પાવર મેનેજમેન્ટનો લાભ તે છે કે મોડલ ડેવલપર માટે તે સુનિશ્ચિત કરવું સહેલું બનાવે છે કે એપ્લિકેશન યોગ્ય સમયે જ ચાલુ થાય. સંસાધનો અને વીજળીનો વપરાશ ટાળવા માટે બેકગ્રાઉન્ડમાં રહેલી એપ્લિકેશન્સને તે જ્યારે ઉપયોગમાં ના હોય ત્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે.

 

 

         મોટા ભાગના PC પ્લેટફોર્મ પ્રોસેસર અને ચિપસેટ નિષ્ક્રિય અવસ્થા ધરાવે છે જેનાથી હાર્ડવેર પ્લેટફોર્મ સિલિકોનના કેટલાક ભાગનો, જ્યારે તે ઉપયોગમાં ન હોય ત્યારે, પાવર બંધ કરી શકે છે. વિન્ડોઝ 8 બિલ્ટ-ઇન ઇટીડબલ્યુ ટ્રેસિંગ (ETW Tracing)નો ઉપયોગ કરીને વિન્ડોઝ પર્ફોર્મન્સ એનાલાયઝર (Windows Performance Analyzer)ની નિષ્ક્રિય કાર્યક્ષમતા અને કેટલાક ઉમેરા ટ્રેક કરે છે.

 


 

        PC ત્યારે બેટરીની મહત્તમ આવરદા હાંસલ કરે છે જ્યારે પ્રોસેસર, સ્ટોરેજ અને પેરિફેરલ ડિવાઇસિસ સહિતની તમામ ડિવાઇસ લો-પાવર મોડમાં પ્રવેશે. આધુનિક PCમાં લગભગ પ્રત્યેક ડિવાઇસ કોઇક પ્રકારની પાવર મેનેજમેન્ટ ટેક્નોલોજી ધરાવે છે. રનટાઇમ ડિવાઇસ પાવર મેનેજમેન્ટ (runtime device power management) નક્કી કરે છે કે આપણે તે ટેક્નોલોજીઓનો યુઝર અનુભવને અસર કર્યા વગર કેટલી સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ.

 
         વિન્ડોઝ 8એ નવું ડિવાઇસ પાવર ફ્રેમવર્ક તૈયાર કર્યું છે જેનાથી તમામ ડિવાઇસ તેમની પાવર મેનેજમેન્ટ ક્ષમતાઓની જાહેરાત કરી શકે છે અને તેમને SoC સિસ્ટમ્સ માટે તૈયાર કરાયેલા પાવર એન્જિન પ્લગ-ઇન (Power Engine Plug-in) અથવા PEP નામના સ્પેશિયલ ડ્રાઇવર સાથે સાંકળી શકે છે. તેનાથી આપણા USB હોસ્ટ કન્ટ્રોલર અથવા કીબોર્ડ ડ્રાઇવર જેવા ડિવાઇસ ડ્રાઇવર Soc આધારિત PCથી લઇને ડેટાસેન્ટર સર્વસ સુધીના તમામ પ્લેટફોર્મ પર શ્રેષ્ઠત્તમ પાવર મેનેજમેન્ટ પૂરું પાડી શકે છે.

 

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.