Skip Ribbon Commands
Skip to main content

 

જાવાસ્ક્રીપ્ટમાં પ્રગતી

 

         વિન્ડોઝ 8 (Windows 8)માં એક એચટીએમએલ5 (HTML5) બ્રાઉઝિંગ એન્જિનનો સમાવેશ થાય છે જે બ્રાઉઝિંગ અનુભવ તથા મેટ્રો સ્ટાઈલ એપ્લિકેશન્સને સક્ષમ બનાવે છે જે એચટીએમએલ5 (HTML5) અને જાવાસ્ક્રીપ્ટનો ઉપયોગ કરે છે. ચક્ર એક એન્જિન છે જે વેબ પર શક્તિશાળી અનુભવ પૂરું પાડે છે જે અત્યંત સુસંગત, આંતરસંચાલકીય અને સુરક્ષિત છે.

 

 

         તાજેતરના વર્ષોમાં વેબ એપ્લિકેશન્સ ઝડપથી વિકસી રહ્યા છે. એજેક્સ (AJAX)ના ઉદભવથી વધારે જટીલ અને ઇન્ટરેક્ટિવ સાઇટ્સનો વિકાસ થયો છે. ત્યાર બાદ કામગીરીમાં થયેલી પ્રગતીના કારણે વિશાળ અને જટીલ એપ્લિકેશન્સની રચના શક્ય બની. એપ્લિકેશન્સમાં સુધારા થવા સાથે કામગીરીના પરિબળે યુઝરના અનુભવમાં ફેરફારને અસર કરી હતી. પરંપરાગત વેબ સાઈટ્સ માટે પ્રારંભિક પેજના લોડ પરથી નક્કી થાય છે કે યુઝર કેટલી ઝડપથી સામગ્રી જોઈ શકે છે. ઇન્ટરેક્ટિવ વેબ સાઈટ્સ અને વિશાળ વેબ એપ્લિકેશન્સમાં DOM ઓપરેશન્સની કાર્યક્ષમતા, CSS પ્રોસેસિંગ અને મેમરીમાં વિશાળ આંતરિક અવસ્થાથી ફેરફાર થઈ શકે છે.
 
        અમે સતત ચક્રને વધુ સુધારવાની તક શોધતા રહીએ છીએ જેથી તેની કામગીરી વાસ્તવિક જાવાસ્ક્રીપ્ટ લક્ષી એપ્લિકેશન્સની જરૂરિયાત મુજબ થઈ શકે. ચક્ર જાવાસ્ક્રીપ્ટ એન્જિનને IE10માં મુખ્યત્વે બે માર્ગદર્શક સિદ્ધાંતના આધારે ડિઝાઈન કરવામાં આવ્યું હતું.
વપરાશકારના શ્રેષ્ઠ અનુભવ માટે મહત્ત્વના પાથ પર કામગીરી લઘુત્તમ કરવી.
તમામ ઉપલબ્ધ હાર્ડવેરનો ફાયદો લેવો.


          ચક્ર માત્ર એક બ્રાઉઝર સબસિસ્ટમ્સ પૈકી એક હોવા છતાં તે વિવિધ ભાગો ધરાવે છે જે સાથે મળીને જાવાસ્ક્રીપ્ટ કોડની પ્રક્રિયા અને અમલીકરણ કરે છે. બ્રાઉઝર જ્યારે જાવાસ્ક્રીપ્ટ ફાઈલ ડાઉનલોડ કરે ત્યારે તે ચક્રના પાર્સર પર તેની સામગ્રી સોંપે છે જેથી તેની સિન્ટેક્ટિકલ ખરાઈ થઈ શકે. આ એકમાત્ર એવી કામગીરી છે જે સમગ્ર ફાઈલને લાગુ થાય છે. ત્યાર પછીના પગલાં દરેક કામગીરી પર વ્યક્તિગત રીતે લેવાય છે. કોઈ ફંક્શનનું અમલીકરણ થવાનું હોય ત્યારે ચક્રનું પાર્સર કોડનું એક એબ્સ્ટ્રેક્ટ સિન્ટેક્સ ટ્રી (AST) પ્રતિનિધિત્વ રચે છે અને બાયટિકોડ જનરેટરને સોંપે છે જે ઇન્ટરમિડિયેટ ફોર્મ (બાઇટકોડ) રચે છે જે ઇન્ટપ્રિટરના અમલીકરણ માટે યોગ્ય હોય છે. AST અને ફંક્શન બાઇટકોડ જાળવવામાં આવે છે જેથી ત્યાર પછીના એક્ઝિકયુશન વખતે ફરી રચવું પડતું નથી. ત્યાર બાદ આ ઇન્ટરપ્રિટરને ફંકશન ચલાવવા માટે લાગુ કરવામાં આવે છે અને તે ઇનપુટના પ્રકારની માહિતી એકત્ર કરે છે તથા ફંકશન કેટલી વાર લાગુ કરવામાં આવ્યું હતું તેના પર નજર રાખે છે. કોલની સંખ્યા ચોક્કસ સ્તરે પહોંચે ત્યારે ઇન્ટરપ્રિટર સંપાદન માટે ફંક્શન ગોઠવે છે.


           કમ્પાઈલરનું એક માત્ર કામ કમ્પાઇલેશન ક્યુમાં દરેક ફંક્શન માટે મહત્તમ સક્રિય મશીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચવાનું છે. એક વખત ફંક્શન કમ્પાઈલ થાય ત્યાર બાદ મશીન કોડની પ્રાપ્યતા મુખ્ય સ્ક્રીપ્ટ થ્રેડમાં સિગ્નલ થાય છે. એ નોંધવું જરૂરી છે કે માત્ર એક કે બે વખત કોલ કરવામાં આવ્યા હોય તેવા ફંક્શન વાસ્તવમાં કમ્પાઈલ થાય નહીં જેનાથી સમય અને સ્રોતની બચત થાય છે.


          જાવા સ્ક્રીપ્ટમાં રનટાઈમ સંચાલિત હોય છે જેમાં મેમરી મેનેજમેન્ટ ડેવલપરથી છુપું હોય છે અને ઓટોમેટિક ગાર્બેજ કલેક્ટર દ્વારા થાય છે જે સમયાંતરે રન થાય છે અને ઉપયોગમાં ન હોય તેવા ઓબ્જેક્ટ દૂર કરે છે. ચક્ર એક રૂઢિચુસ્ત ગાર્બેજ કલેક્ટર લાગુ કરે છે જે વિશેષ થ્રેડ પર મોટા ભાગનું કામ કરીને સ્ક્રીપ્ટ એક્ઝિક્યુશનનું પોઝ અટકાવે છે જે યુઝરના અનુભવમાં ખલેલ કરે છે. આ આર્કિટેક્ચરથી ચક્ર પેજ લોડ દરમિયાન લગભગ તરત જ જાવાસ્ક્રીપ્ટ કોડ એક્ઝિક્યુટ કરી શકે છે.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.