Skip Ribbon Commands
Skip to main content

વિન્ડોઝ મલિશસ સોફ્ટવૅર રિમૂવલ ટૂલ

 

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ મલિશસ સોફ્ટવૅર રિમૂવલ ટૂલ વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ 7, વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ 2000 અને વિન્ડોઝ સર્વર 2003 કમ્પ્યૂટરોમાં ચકાસણી કરવામાં તથા અમુક ખાસ ઇન્ફૅક્શન્સ તથા બ્લાસ્ટર, સાસર અને માયડૂમ સહિતના મલિશસ સોફ્ટવૅર દૂર કરવામાં મદદરૂપ થાય છે.

 

જ્યારે મલિશસ સોફ્ટવૅર (જો હોય તો)ને શોધ અને દૂર કરવાની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે આ ટૂલ જે તે પરિણામનું વર્ણન કરતો એક રિપોર્ટ દર્શાવે છે. આ ટૂલ %WINDIR%\debug ફોલ્ડરમાં એક mrt.log નામની લોગ ફાઇલ સર્જે છે.

 

મેલિશસ સોફ્ટવૅર રિમૂવલ ટૂલનું x64 વર્ઝન ડાઉનલોડ કરવા માટે, અહીં ક્લિક કરો. વધુ માહિતીઃ

 

http://www.microsoft.com/enus/download/details.aspx  id=16&WT.mc_id=MSCOM_EN_US_HP_MODULE_121LSUS008548 . આ ટૂલ એ કોઇ એન્ટિ-વાઇરસ પ્રોડક્ટનું રીપ્લેસમેન્ટ નથી. આપના કમ્પ્યૂટરના રક્ષણ માટે મદદ માટે, આપે કોઈ એન્ટિ-વાઇરસ પ્રોડક્ટ વાપરવી જોઈએ.

 

માઇક્રોસોફટ દર મહિનાના બીજા મંગળવારે આ ટૂલનું અપડેટ કરેલું વર્ઝન પ્રસિદ્ધ કરશે.


નવા વર્ઝન આ વૅબ પૅજ, વિન્ડોઝ અપડેટ અને માઇક્રોસોફ્ટ.કોમ પર મેલિશસ સોફ્ટવૅર રિમૂવલ ટૂલ વેબસાઇટ મારફત ઉપલબ્ધ થશે.

 

રિલીઝ થતાની સાથે જ નવા વર્ઝન આપોઆપ ડિલિવર થાય અને ઇન્સ્ટોલ થાય તે માટે, ઓટોમેટિક અપડેટ ફિચરને ઓટોમેટિકમાં સેટ કરો. વિન્ડોઝ અપડેટ દ્વારા ડિલિવર થતા આ ટૂલના વર્ઝન આપના કમ્પ્યૂટર પર મહિનામાં એકવાર બેકગ્રાઉન્ડમાં રન થશે. જો કોઈ ઇન્ફૅક્શન જણાય, તો પછી જ્યારે આપ કમ્પ્યૂટર શરૂ કરશો ત્યારે આ ટૂલ એક સ્ટેટસ રિપોર્ટ દર્શાવશે. જો આપ મહિનામાં એક કરતા વધુ વખત આ ટૂલ રન કરવા ઈચ્છતા હોવ, તો આ વૅબ પેજમાં ઉપલબ્ધ વર્ઝનને રન કરો અથવા મેલિશસ સોફ્ટવૅર રિમૂવલ ટૂલ વેબસાઇટ પરના વર્ઝનનો ઉપયોગ કરો.

 

મલિશસ સોફ્ટવૅરની યાદી માટે KB890830ની મુલાકાત લો અને જુઓ કે ટૂલનું હાલનું વર્ઝન રિમૂવીંગની કામગીરી કરી શકે એવું છે કે નહીં તેમજ વપરાશની સૂચનાઓ વાંચી જાવ. કૃપા કરી નોંધ લેશો કે જો કોઈ ઇન્ફેક્શન જણાય અથવા એરર સર્જાય ત્યારે આ ટૂલ એનોનિમસ માહિતીને માઇક્રોસોફ્ટને પહોંચાડે છે. ઉપરોક્ત KB આર્ટિકલમાં આ ફંક્શનાલિટીને કેવી રીતે નિષ્ક્રિય બનાવી દેવી અને માઇક્રોસોફ્ટને કઈ ખાસ માહિતી મોકલવી તેની માહિતી આપવામાં આવી છે.

 

કોઈ સંસ્થાના માહોલમાં આ ટૂલને કામમાં લેવાનું વિચારતા પૂર્વે આપ KB891716ની મુલાકાત લો એવી દૃઢ ભલામણ કરવામાં આવે છે. આ ટૂલને રન કરનાર વપરાશકાર એક એડમિનીસ્ટ્રેટર હોવો આવશ્યક છે. આ ટૂલ વિન્ડોઝ 98, વિન્ડોઝ એમઈ, અથવા વિન્ડોઝ એનટી 4.0ના કોઈપણ વર્ઝન પર રન થશે નહીં. એ વાતની નોંધ લેશો કે આ ડાઉનલોડ હવે એક બહુભાષીય ટૂલ છે. તમામ સપોર્ટેડ ભાષાને, આ જ ટૂલ ઓપરેટિંગ સિસ્ટમની ભાષાના આધારે સાચી ભાષા દર્શાવશે.

 

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint 2013.
©2016 Microsoft Corporation. All rights reserved.