Skip Ribbon Commands
Skip to main content

વિન્ડોઝ ના Live OneCare દ્વારા આપના કોમ્પ્યુટરને
સુરક્ષિત કરો અને તેનું જતન કરો

જસ્ટીન હેરીસન
વિન્ડોઝ પર્સનલ કોમ્યુટર ધરાવનારા મિત્રોની સમસ્યાઓને દૂર કરવા માટે હું મારો ઘણો સમય આપું છું. આમાંની મોટા ભાગની સમસ્યાઓ અજાણતાં જ ઈન્સ્ટોલ થઈ ગયેલી (સ્પાયવેર જેવી) નકામી એપ્લીકેશનને કારણે હોય છે. અન્ય સમસ્યાઓ, વર્ષોથી સંઘરાયેલી હજારો ફાઈલોના ભરાવાને લીધે ઊભી થાય છે. જો મારા મિત્રો પાસે વિન્ડોઝ લાઈવ વનકેર - Live OneCare હોત, તો તેમને આ પ્રકારની સમસ્યાઓ ન ઊભી થાત.
તમારા વિન્ડોઝ કોમ્યુટરની તમામ જરૂરિયાતોને માટે વિન્ડોઝ Live OneCare એ પર્સનલ કોમ્પ્યુટરના જતન માટેની એક સંપૂર્ણ સેવા છે. વિન્ડોઝ Live OneCare તમારા કોમ્પ્યુટરને ત્રણ મુખ્ય રીતે સુરક્ષિત કરે છે અને તેનું જતન કરે છે. પ્રોટેક્શન પ્લસ, એ એન્ટીવાઈરસ, એન્ટીસ્પાયવેર અને દ્વિમુખી ફાયરવોલ પ્રોટેક્શન આપે છે. પરફોર્મન્સ પ્લસ, એ તમારા કોમ્પ્યુટરમાં ભરાઈ ગયેલી નકામી ફાઈલોને દૂર કરે છે. પરફોર્મન્સ પ્લસ તમારી હાર્ડ ડીસ્કને નિયમિત સમયાંતરે ડીફ્રેગમેન્ટ પણ કરે છે અને તે વાતનું ધ્યાન પણ રાખે છે કે તમારી પાસે માઈક્રોસોફ્ટના અદ્યતન સીક્યોરીટી અપડેટસ છે કે નહીં. અને વિન્ડોઝ Live OneCare તમારી ફાઈલોનો બેક-અપ રાખે છે અને તેને રીસ્ટોર કરે છે.
 
વિન્ડોઝ Live OneCare કેવી રીતે ઈન્સ્ટોલ કરવું
વિન્ડોઝ Live OneCare કાયમ ચાલુ જ હોય છે, અને તે તમારા કોમ્પ્યુટરની પશ્ચાદભૂમિમાં કાર્યરત હોય છે. વિન્ડોઝ Live OneCare નો આશય તમારા કોમ્પ્યુટરને દહેશતથી સુરક્ષા આપવાનો છે અને અટક્યા વગર, તમારી પાસે વધુ માહિતીની આશા રાખ્યા વગર, તમારું કોમ્પ્યુટર જેટલું બને એટલું ઝડપથી ચાલુ રહે, તે પ્રયત્ન કરવાનો હોય છે. વિન્ડોઝ Live OneCare કોમ્યુટરને વાયરસથી, સ્પાયવેરથી બચાવે છે, અને બેક-અપ લઈ લે છે કે જેથી તમે આરામથી તમારા કોમ્પ્યુટરમાં કામ કરી શકો.
વિન્ડોઝ Live OneCare એક લવાજમ ભરીને મળતી સેવા છે અને તેનું વાર્ષિક લવાજમ ૪૯.૯૫ ડૉલર છે, અને તેનાથી, જેમાં વિન્ડોઝ XP હોય, તેવા ત્રણ કોમ્પ્યુટરને સુરક્ષા મળે છે. આ લવાજમના ભાગરૂપે જ, તમને દરેક પ્રકારના અદ્યતન અપડેટ્સ કોઈ પણ જાતના વધુ ખર્ચા વગર, તરત જ મળી જાય છે. આમાં અપડેટ્સ અને એન્ટીવાયરસ ડેફીનેશન્સ, એન્ટીસ્પાયવેર ડેફીનેશન્સ, દ્વિમુખી ફાયરવોલ અપડેટ્સ, રીલીઝ થવાના હોય, તેવા અન્ય કોઈ ફીચર સેટ, વગેરે જેવી સવિશેષ સેવાઓનો સમાવેશ તો થયેલો જ હોય છે.
જો તમારે વિન્ડોઝ Live OneCare ખરીદતાં પહેલાં અજમાવી હોય, તો ૯૦ દિવસનો અજમાવવાનો ટ્રાયલ મળી શકે છે. આ ટ્રાયલનો સમયગાળો પૂરો થઈ જાય, પછી વિન્ડોઝ Live OneCare ખરીદવું, ફરજિયાત નથી રહેતું.
નોંધ: વિન્ડોઝ Live OneCare માટે વિન્ડોઝ XP SP2 હોવું જરૂરી છે અને તે માત્ર યુ.એસ.એ.માં જ ઉપલબ્ધ છે. આ સાથે સિસ્ટમ ની જરૂરિયાતો પણ જોવી.
વિન્ડોઝ Live OneCare ઈન્સ્ટોલ કરવા માટે
૧. પહેલાં http://onecare.live.com પર જાઓ અને ‘ગેટ ઈટ - હમણાં જ મેળવો’ ઉપર ક્લીક કરો. તમારી વિન્ડોઝ લાઈવ ID આપીને લૉગ-ઈન કરો. તમારી પાસે માઈક્રોસોફ્ટ પાસપોર્ટ નેટવર્ક, હોટમેઈલ અથવા MSN નો એકાઉન્ટ હોય, તો તમારી પાસે વિન્ડોઝ લાઈવ ID તો છે જ.
૨. નીચે પ્રમાણેમાંથી કંઈ પણ એક કરો.
  • ‘સબસ્ક્રાઈબ નાઉ - હમણાં જ લવાજમ ભરો’ ઉપર ક્લીક કરીને તમે વાર્ષિક ૪૯.૯૫ ડૉલરનું વિન્ડોઝ Live OneCare નું સુરક્ષા માટે લવાજમ ભરી શકો છો.
  • તમે ‘ટ્રાય ફોર ફ્રી - મફતમાં અજમાવો’ ઉપર ક્લીક કરીને વિન્ડોઝ Live OneCare ને કંઈ પણ ચાર્જ ભર્યા વિના, ૯૦ દિવસ માટે અજમાવી શકો છો.
  • જો તમે વિન્ડોઝ Live OneCare કોઈ દુકાનમાં ખરીદ્યું હોય, તો ‘એક્ટીવેટ અ ટોકન - કાર્યરત કરો’ ઉપર ક્લીક કરીને ત્યાં તમારી પ્રોડક્ટ-કી નાંખી શકો છો.
  • જો તમે વિન્ડોઝ Live OneCare નું લવાજમ ભરેલું જ હોય, તો તમે ‘એડ અનધર પીસી - બીજું એક પીસી ઉમેરો’ ઉપર ક્લીક કરીને તે લવાજમમાં બીજા કોમ્પ્યુટરનો સમાવેશ કરી શકો છો.
વિન્ડોઝ Live OneCare ત્રણ સરળ રીતે ઈન્સ્ટોલ થાય છે.
નોંધ: જો તમારે વિન્ડોઝ અપડેટ્સ ઈન્સ્ટોલ કર્યા પછી તમારી સિસ્ટમ ફરીથી ચાલુ કરવાની એટલે કે રીસ્ટાર્ટ કરવાની જરૂર હોય, તો તમારે તમારા કોમ્પ્યુટરને, વિન્ડોઝ Live OneCare ઈન્સ્ટોલ કર્યા પહેલાં રીસ્ટાર્ટ કરવું જોઈએ.
વિન્ડોઝ Live OneCare તમારી સિસ્ટમ અને સેટીંગ્સ ને એક સિસ્ટમ-ચેક પ્રોગ્રામ દ્વારા ચકાસે છે. સિસ્ટમ-ચેક ચકાસે છે કે તમારા કોમ્પ્યુટરમાં વિન્ડોઝ Live OneCare માટેની ન્યૂનતમ જરૂરિયાત છે કે નહીં, તેમ જ તે ચકાસે છે કે તેમાં ફાયરવૉલ કે એન્ટીવાઈરસ ને વિરોધતા અન્ય કોઈ પ્રોગ્રામ્સ તો નથી ને.
આકૃતિ ૧: વિન્ડોઝ Live OneCare સિસ્ટમ-ચેક ઈન્સ્ટોલ કરે છે કે જેથી તે ચકાસી જુએ કે તમારા કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલેશનને જોઈતી વિગત છે કે નહીં અને અન્ય કોઈ અસંગત સોફ્ટવેર ઈન્સ્ટોલ થયેલાં છે કે નહીં.
સિસ્ટમ-ચેક પછી, આ સેવાની શરતો સ્વીકારવાની સંમતિ આપવાની હોય છે. જો તમે શરતો સ્વીકારો, તો જ વિન્ડોઝ Live OneCare ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી શકાશે. એક્વાર ઈન્સ્ટોલ થઈ જાય, પછી તેને કાર્યરત કરવા માટે તમારે તમારું કોમ્પ્યુટર ફરીથી ચાલુ - રીસ્ટાર્ટ કરવું જ જોઈશે.
આકૃતિ ૨: વિન્ડોઝ Live OneCare ડાઉનલોડ થઈ રહ્યું છે અને ઈન્ટરનેટ એક્સપ્લોરર દ્વારા ઈન્સ્ટોલ થઈ રહ્યું છે.
એક વાર તમારું કોમ્પ્યુટર રીસ્ટાર્ટ થઈ જાય, એટલે વિન્ડોઝ Live OneCare આપમેળે ચાલુ થઈ જશે અને તમારા કોમ્પ્યુટરની સતત સંભાળ લેવા માટે પોતાનું કામ કર્યા કરશે.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.