Ms-Office એમએસ-ઓફિસ પર બ્લોગ
MS-Office એમએસ-ઓફિસના ઉત્પાદનોના વપરાશકર્તાઓ માટે ઓફિસ-બ્લોગ ઘણો ઉપયોગી છે, કારણ કે તેમાં ઘણા બધાં પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાંનાં ઘણાં બધાંનાં ઉત્તર પણ મળી રહેતા હોય છે. આ બ્લોગમાં પ્રશ્નોને હલ કરતા વિડિયો લેખો તથા લખાણ હોય છે, જેમાંથી પૂછાયેલા પ્રશ્નોનો યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવે છે.
http://twitter.com/#!/Office
આમાં વિડિયો લેખો છે, જેમાં MS-Outlook એમએસ-આઉટલુકના ઉપયોગ દ્વારા વ્યવસાયલક્ષી મુલાકાતો -બીઝનેસ મીટીંગ- ના આયોજન માટે પોતે કેવી રીતે વિચાર કરવો, તે પદ્ધતિ જણાવવામાં આવી છે. વિડિયોમાં, બીઝનેસ મીટીંગ અને કસ્ટમર સપોર્ટના સમયની ગોઠવણીને લગતા એક એક કદમ વિશે અને કાર્ય પ્રણાલી વિશે બતાવવામાં આવે છે.
આમાં MS-Access એમએસ-એક્સેસ વિશે પણ લેખ છે જેમાં MS-Access માં ડેટાની પુન:પ્રાપ્તિ માટે ઉકેલ સૂચવ્યો છે, જે છે, ‘ટોટલ વિઝ્યુઅલ એજન્ટ’ નામના એક સોફ્ટવેરનો ઉપયોગ સૂચવાયો છે. આ પ્રોગ્રામને એ માટે વિકસવવામાં આવ્યો છે કે જેથી એક્સેસ ડેટાબેઝને સંકુલિત કરીને વ્યવસ્થિત કરી શકાય અને તેનો બેક-અપ પણ લેવાઈ જાય અને આ બધું આપોઆપ થઈ જાય. અહીં માઈક્રોસોફ્ટના એક ઉત્પાદન, MS-OneNote 2010 એમએસ-વનનોટ 2010 ઉપર પણ એક લેખ છે, તેમાં આ સોફ્ટવેરની તમામ લાક્ષણિકતાઓ વિશે તેમજ તેના ઉપયોગ વિશે વર્ણવામાં આવ્યું છે.
આમાં એક લેખ “સ્ટેયીંગ ઓન બજેટ” વિશે પણ એક લેખ છે, જેમાં કુટુમ્બના ઘરખર્ચના બજેટ માટે એમએસ-એક્સેલમાં એક ટેમ્પ્લેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્તરના બજેટ માટેના આ ટેમ્પ્લેટને ઘણાં બધાં વપરાશકર્તાઓએ પોતે વાપર્યું છે અને વખાણ્યું છે. તેથી આ બ્લોગ એક રીતે આર્થિક રીતે પણ મદદ કરે છે. આ ઉપરાંત ‘પાઈવોટ-ટેબલ’ તરીકે જાણીતા એક પ્લગ-ઈન વિશે પણ આમાં જણાવાયું છે. ડેટાની અવ્યવસ્થા ઊભી થાય, ત્યારે ‘પાઈવોટ-ટેબલ’ ખૂબ ઉપયોગી છે. બજેટ ડેટાને તે આપોઆપ વ્યવસ્થિત કરે છે અને તેનો સારાંશ કરે છે.
આ બ્લોગમાં ઈમેલનો નિકાલ કરવા વિશે ઈમેલના જવાબો આપવા વિશે લેખો છે. એકસામટા ઈમેલ મોકલવા માટે લેબલ બનાવવા વિશે પણ આવો એક લેખ છે. તેમાં લખાણ પણ છે અને ડેમોન્સ્ટ્રેશન માટેના વિડિયો પણ છે. એકસામટા ઈમેલ કેવી રીતે મોકલવા અને મેઈલ-મર્જિંગ કેવી રીતે કરવું, તેના પધ્ધતિસરના કદમ આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યા છે. લખાણ કરેલા લેખને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક વિભાગમાં લેબલ કેવી રીતે બનાવવું, એકસામટા ઈમેલ કેવી રીતે મોકલવા વગેરે વિશેની માહિતી પદ્ધતિસર આપવામાં આવી છે અને વાંચકોની સહાયને માટે તેને સમજાવતા ચિત્રો પણ હોય છે.