દેબાશીષ ચક્રવર્તીને મળો
ભારતીય કમ્પ્યૂટિંગનો અવકાશ અને સ્થાનિક સમાવેશ દેબાશીષ ચક્રવર્તી પૂનાસ્થિત સોફ્ટવેર કન્સલ્ટન્ટ ને છે. તેઓ ભારતમાંથી ઉચ્ચ કક્ષાના બ્લૉગરમાંના એક છે. તેઓ ભારતીય કમ્પ્યૂટિંગને જાવા પ્રોગ્રામીંગમાં રૂપાંતરિત કરતાં અસંખ્ય બ્લૉગ્સ ચલાવે છે. હાલમાં, ઈન્ડીક બ્લૉગ પ્રવૃત્તિઓ સાથે સંકળાવાથી તેઓ ઝળક્યાં છે. તેમણે એક પોર્ટલ તૈયાર કર્યું છે, જે ભારતીય બ્લૉગોસ્ફીયરનું સૌથી ઉત્તમ પ્રદર્શિત કરે છે. તે ભારતીય ભાષા તેમ જ ભારતીયો દ્વારા લખાયેલ અંગ્રેજી બ્લૉગ્સ અને ભારતીય ડાયસફોરિયા ને નવાજે છે.

દેબાશીષ DMOZ ના તંત્રી છે. ઈન્ડીક બ્લૉગિંગ વિશે નું પોર્ટલ ‘ચિત્ત વિશ્વાસ’ ચલાવે છે, તેમણે પ્રથમ દેશી બ્લૉગ પુરસ્કારની શરૂઆત કરી છે, જેને ‘ધ ઈન્ડીબ્લૉગીસ’ કહેવાય છે. તે ઈન્ડીક-બ્લૉગીંગ પર સતત નજર રાખે છે. ‘વર્ડપ્રેસ’, ‘પેબલ’, ઈન્ડીકઝૂમલા’, ‘આઈઝૂમલા’, ‘સ્કટલ’, વિગેરે જેવા અનેક સોફ્ટવેરનું સ્થાનિકરણ કરવામાં તેમનું ઘણું યોગદાન છે.

‘બુનો કહાની’ નામનું તેમનું ગૃપ બ્લૉગ જ્યાં વિવિધ લેખકો સાચે જ વાર્તા વણે અને ‘અનુગુંજ’ - હિન્દી બ્લૉગર્સ દ્વારા સંચાલિત વેબ કાર્યક્રમ - જેમાં બ્લૉગરો તેમને આપવામાં આવેલા વિષય વિશે લખે - શરૂ કરવામાં પણ તેમનો ફાળો મહત્વનો હતો. હિન્દી બ્લૉગર્સને કેન્દ્રમાં રાખીને શરૂ કરાયેલો બ્લૉગ વિકિ-સર્વજ્ઞ અને શૂન્ય, આ બંને વીકીપીડિયામાં એમનું નિયમિત યોગદાન છે. વિશ્વનું સૌ પ્રથમ હિન્દી બ્લોગઝીન ગણાતું નિરન્તર પણ દેબાશીષ પ્રકાશિત કરે છે. તેમના વિશે વધુ જાણકારી ‘નલ પોઈન્ટર’ પરથી મળશે (http://nullpointer.debashish.com)

આવી બહુર્મુખી પ્રતિભાશાળી વ્યક્તિ સાથે ઈન્ડીક ભાષા કમ્પ્યૂતિંગ અને બ્લૉગિંગ વિશે વાત કરવી, એ ભાષાઈન્ડીયા માટે ગર્વની વાત છે. અહીં પ્રસ્તુત છે, તેમની સાથેના વાર્તાલાપના કેટલાક અંશો...
પ્ર. વાહ! અત્યંત ગણનાપાત્ર સિધ્ધિ છે! તમે છેલ્લા 4 વર્ષથી વ્યક્તિગત રીતે ભારતીય બ્લૉગનું પોષણ કરો છો. તમે શું અનુભવ કરો છો? તમે ભારતીય ભાષા બ્લૉગ પર કયારથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે? હાલ ભારતમાં બ્લૉગોસ્ફિયરનું તમે શું મૂલ્યાંકન કરો છો?
જ. ઈન્ડીબ્લોગીસ ની (www.Indiblogies.org) કદર કરવા બદલ આભાર. ખરેખર એમ કહેવું ખોટું છે કે ફક્ત ઈન્ડીબ્લોગીસે ઈન્ડીક બ્લૉગીંગનું પોષણ કર્યું છે. તેમ છતાં હું એક વાત સ્વીકારું છું કે ઈન્ડીબ્લૉગીસમાં ઈન્ડીક પુરસ્કાર નો વર્ગ ઉમેરવાથી ઈન્ડીક બ્લૉગીંગને પ્રકાશમાં લાવવામાં મદદ મળી છે. જે લોકોને અત્યાર સુધી ખ્યાલ નહતો કે પોતાની માતૃભાષામાં લખવું કેટલું સહેલું છે, જેમને એ ખબર નહતી કે તેમની મનપસંદ ભાષામાં નેટ પર કેટલું લખાણ ઉપલબ્ધ છે, તેવા લોકોને હવે રસ પડવા લાગ્યો છે.

ઈન્ડીબ્લોગીસના બીજા જ વર્ષમાં એટલે કે 2004 માં જ તેમાં ભારતીય ભાષા નો વર્ગ ઉમેરવામાં આવ્યો હતો. મેં તે સમયથી હિન્દીમાં બ્લોગીંગ કરવાનું શરૂ કર્યું હતું. અને, બીજા લોકો, જેઓ બાંગ્લા અને તમિલમાં બ્લૉગીંગ કરતા હતા, તેમની સાથે સંપર્કમાં હતો. તેથી મને ઘણો વિશ્વાસ હતો કે ઈન્ડીક બ્લોગીંગ ભારતીય બ્લોગીંગનું ભવિષ્ય હશે.

આજે, ભારતીય ભાષા બ્લોગીંગ કોમ્યુનીટી-સમાજ ઘણો મજબૂત અને પ્રગતિશીલ છે. આ એવા લોકો ને આભારી છે, જેમણે જરૂરી સાધનોનું સર્જન કર્યું, યુનિકોડ વાપરવા માટે જાગૃતિ ફેલાવી અને લોકો તેની સાથે સંકળાય તે માટે પરિશ્રમ કર્યો. આ કોમ્યુનીટી બ્લોગીંગ ઉપરાંત બ્લોગવેર, CMSs અને બીજા સોફ્ટવેરનું સ્થાનીકરણ કરવામાં મદદ કરે છે. તેમણે માઈક્રોસોફ્ટ, યાહૂ અને ગુગલ જેવી કંપનીઓને આ ક્ષેત્રમાં રોકાણ કરવાનો પ્રયાસ કરવા જાગૃત કર્યા છે.
પ્ર. આ વખતે કેટલી ભાષાઓ સ્પર્ધામાં હતી? જે બ્લોગ્સ નિમણૂંક થયા, તેના ગુણ-લક્ષણ કેવા હતા? શું હવે પછી તમે બધી જ અધિકૃત ભાષાઓનો ઉમેરો કરશો?
જ. અંગ્રેજીને બાદ કરતાં, ઈન્ડીબ્લોગીસમાં બંગાળી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ ભાષામાં લખાયેલા ઈન્ડીક બ્લોગ્સ માટે પુરસ્કાર છે. હું એવા સભ્યો પર આધાર રાખું છું કે જે ભાષા જાણે છે અને ઘણાં સમયથી ઈન્ડીક બ્લોગ્સ વિશે જાણવા માટે બ્લોગીંગ કરે છે. આ પ્રક્રિયા થોડી અઘરી છે કારણ કે બ્લોગનો સમાજ પોતાના કાર્યક્ષેત્રમાં સીમિત રહીને કાર્ય કરતાં હોય છે. દા.ત. આ વર્ષે સારી યોગ્યતા ધરાવતાં જ્યુરીના સભ્ય ન મળતાં, બંગાળી અને ગુજરાતી બ્લોગસ સ્પર્ધામાં ભાગ ન લીધો. ‘દેશીપંડિત’ અને ‘ચિત્ત ચર્ચા’ જેવા જૂથ બધાંને એક કરી, ભેગા કરવાનો પ્રયાસ કરે છે અને મને આશા છે કે તેઓ જરૂરી જાગૃતિ લાવવામાં સફળ થશે. એટલે, ખરેખર તો મારે પુરસ્કારમાં નવી ભાષાઓનો ઉમેરો કરવો કે નહીં એ પ્રશ્ન નથી. પરંતુ પ્રશ્ન એ છે કે ઘણી મોટી સંખ્યામાં લોકો તેમની ભાષામાં બ્લોગીંગ કરે છે અને તેમના સુધી પહોંચવામાં, એવા કેટલાક ઉત્સાહી લોકોની જરૂર છે, કે જેઓ જ્યુરર (Juror) તરીકે અમારી મદદ કરે.
પ્ર. ઈન્ડીબ્લોગીસ પુરસ્કારના પ્રયોજકોનું તમે કેવી રીતે સંચાલન કરો છો?
જ. દરેક વર્ષ હું અસંખ્ય કંપનીઓ, વેબસાઈટ અને પ્રકાશકો ને પુરસ્કાર ના પ્રયોજક થવા આગ્રહ કરું છું. તેમાંથી ઉદાર લોકો, જેઓ સમાજની અસ્મિતા વિશે જાગૃત છે, તેવા લોકો અનુકૂળ પ્રતિક્રિયા આપે છે. જ્યારે જ્યારે તેમને કાને આ વાત પહોંચે, ત્યારે તેઓ સીધા જ મારો સંપર્ક કરે છે. આ બાબતે મેં પ્રેસમાં પણ ઘણું છપાવ્યું હતું. કદાચ એ કારણે જ ‘સિનેપ્સ’ (http://www.cynapse.org) જેવી કંપની ભારતીય રૂપિયા બાર લાખ જેટલા પૈસા પુરસ્કાર પ્રયોજક તરીકે આપવા તૈયાર થઈ. ઘણાં બ્લોગર મિત્રો પ્રયોજકો સાથે સંપર્ક કરીને તેમને ઈન્ડીબ્લોગીસ સુધી લાવે છે; તો કેટલાંક સ્વેછાએ પોતાનું યોગદાન આપે છે. હું પોતે, પુરસ્કારમાં મળતા નગદ નાણાંને ખાસ મહત્વ નથી આપતો. મારે માટે પુરસ્કાર મેળવવો તે જ મોટી સિધ્ધિ છે. તે મળવાથી સમાજને કંઈક પાછું આપી શક્યા, તે વાતની સુખદ અનુભૂતિ થાય છે.
પ્ર. ભારતીય ભાષાના બ્લોગ્સમાં વધારો થતો જાય છે અને તેને પરિણામે ભારતીય ભાષાઓને ઘણો ફાયદો થયો છે. બધાંને એક્સાથે ભેગા કરનાર જૂથો દરેક ભાષામાં અસ્તિત્વમાં છે. તમારી દ્રષ્ટિએ ઈન્ડીક બ્લોગીંગ નો અવકાશ કેવો છે?
જ. એવું તારણ કાઢવું જરાય અઘરું નથી કે ઈન્ડીક બ્લોગીંગ ભવિષ્યમાં વિસ્તરશે. મોટા ભાગના ભાષા-સમાજ પાસે પોતાના જૂથ છે, કે જે બધાંને એકત્ર કરવામાં અને આ વિશે જાગૃત કરવામાં કાર્યરત છે. સ્થાનિક સમાચારપત્રો આવા બ્લોગ-લેખકોને મહત્વ આપે છે અને સાથે તેમને ઘણો આધાર પણ આપે છે. હાલમાં ગુગલે તેના બ્લોગવેર Blogger.com પર અતિ આધુનિક હિન્દી ટ્રાન્સલિટરેશનનો ઉમેરો કર્યો છે. મને ખાતરી છે કે અન્ય ભારતીય ભાષાઓ પણ તેમની દેર્ષ્ટિમાં છે જ. માઈક્રોસોફ્ટ પાસે તેમની IME એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે બ્લોગ પર, ભારતીય ભાષામાં ટાઈપ કરવાને આધાર આપે છે. MSN અને યાહૂ એ પણ તેમની ભારતીય ભાષાની આવૃત્તિ શરૂ કરી છે. હવે ગુગલે પણ સ્થાનિક ભાષામાં ઓનલાઈન સમાચારની વૃધ્ધિ ને ધ્યાનમાં લઈને તેના સમાચાર પૃષ્ઠ પર હિન્દી વિભાગનો ઉમેરો કર્યો છે.
પ્ર. ભારતીય ભાષા બ્લોગીંગ અસ્તિત્વમાં આવ્યાને હજુ થોડાક જ વર્ષ થયાં છે. વારસાગત હોવા છતાં, ભારતીય મિડિયા પર બ્લોગ્સની ઉપસ્થિતિ ઘણી મજબૂત છે. ભારતીય બ્લોગ માટે ભાષાઈન્ડીયા જેવા ઘણાં પુરસ્કારો છે. ઈન્ડીબ્લોગીસ પુરસ્કાર ના વિચારની કલ્પના તમે કેવી રીતે કરી?
જ. ભારતીય બ્લોગ માટે ઘણાં બધાં પુરસ્કારો તો નથી. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી, ઈન્ડીબ્લોગીસને બાદ કરતાં ભાષાઈન્ડીયા એકમાત્ર છે. મેઈન સ્ટ્રીમ મિડિયા (MSM) બ્લોગીંગ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણાં તેનાં વિશે ટીકા પણ કરે છે. તેમને એવો ભય છે કે આ અવ્યવસ્થિત સેના -કોઈ પણ જાતના સંપાદકીય અંકુશથી ગભરાયા વગર કંઈપણ લખશે અને આ વૈકલ્પિક મિડિયા તેમને જડમૂળમાંથી ઉખાડી નાખશે. પરંતુ TRP એ તેમની ક્ષમતા સમજવી પડી. તેમણે આ સહિયારા વિચાર અને સતત પરસ્પર થતાં કાર્યોથી થતાં ફદિયાઓની ક્ષમતાની કદર કરી. બ્લોગીંગ લોકપ્રિય થયું તે પહેલાં તેમણે નાગરિક પરિકારત્વ જેવી પરિભાષાની કલ્પના પણ કરી નહતી. આજે, લોકો વિવિધ મુદ્દાઓ વિશે લખે છે. વ્યક્તિગત બ્લોગ ઉપરાંત, એવા અનેક બ્લૉગ્સ છે જ્યાં એવા વિષયો અને મુદ્દાઓ ઉપર ચર્ચા થાય છે અને એવા વિષયો પર લેખો લખાય છે, જેને સામાન્ય રીતે IMHO, તુચ્છ ગણે છે. પ્રગતિ સાધવા બ્લોગ્સ (MSM) પર આધાર રાખતા નથી. તેથી તેઓ ઘણાં અગત્યના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વિવિધ વિષયો પર બ્લોગ્સ લખાય છે. પરંતુ, દરરોજ આપણે બહુ સીમિત સંખ્યામાં બ્લોગ્સ વાંચીએ છીએ. ઈન્ડીબ્લોગીસે આવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીને એવા અસાધારણ બ્લોગ્સની નોંધ લેવામાં મદદ કરી છે, જેના પર સામાન્ય રીતે જોઈએ તેટલું ધ્યાન પડતું નહતું. તેથી જ હુ કાયમ નિમણૂંક થયેલી વ્યક્તિઓની અંતિમ યાદીને આખાય પ્રસંગની મોટામાં મોટી સિધ્ધિ તરીકે જોઉં છું. કારણ કે તમને ખાતરી હોય છે કે તમે ક્યારે ય ન વાંચ્યા હોય તેવા, ધ્યાન ખેંચે તેવા બ્લૉગ્સ તમને એ યાદીમાંથી મળી રહેશે. આ વાક્ય દ્વારા ખૂબ સરસ રીતે કહેવામાં આવી છે કે, ‘અમે ભારતીય બ્લૉગોસ્પીયર નું શ્રેષ્ઠતમ રજૂ કરીએ છીએ’ અને અમે સર્વશ્રેષ્ઠને પુરસ્કાર આપીએ છીએ.
પ્ર. ભારતમાં અંગ્રેજી બોલતા મિડિયાને પ્રાધાન્ય અપાય છે. બ્લોગીંગના કિસ્સામાં પણ મુખ્ય બ્લોગર્સ તો અંગ્રેજી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ તેનાથી ઊલટું, પ્રણાલિકાગત મિડિયા તો હજુ ભાષા જગત સાથે જ છે. તો શું પ્રણાલિકાગત મિડિયા ક્ષેત્રની જેમ ભારતમાં અંગ્રેજી બ્લોગીંગ પર પણ ભાષાજગત કબજો જમાવશે?
જ. સવાલ કબજો જમાવવાનો નથી. IMHO કોઈ પણ સમયે અંગ્રેજી ભાષાની કોઈ પણ વસ્તુને સમાવી લેવાની શક્તિ વધારે જ હશે. પરંતુ, જે તંદુરસ્ત વલણ જોવા મળે છે તે એ છે કે ભારતીય ભાષાનો ઓનલાઈન મિડિયામાં ફેલાવો થઈ રહ્યો છે. કદાચ એનું કારણ એ હોઈ શકે કે દૈનિક ભાસ્કર જેવી સમાચાર સંસ્થાઓએ તેમના હિન્દી અને ગુજરાતી સમાચારપત્રો દ્વારા ઘણું બધું સિધ્ધ કર્યું છે. તેમણે હવે આ બ્લૉગ માધ્યમ તરફ દ્રષ્ટિ ફેરવી છે. કેટલાક મહિનાઓ પહેલાં મારા જેવા લોકો એવું વિચારતા હતા કે વેબદુનિયા જેવી સારી વેબસાઈટો યુનિકોડમાં શા માટે રૂપાંતરિત નહીં થતી હોય! ‘સરાઈ’ અને ‘મેધા’ દ્વારા વિકસાવેલા સાધનો અને ‘પદ્મા’ જેવા વિસ્તૃત માધ્યમને કારણે ફોન્ટ્સની હવે કોઈ તકલીફ જ નથી. કોઈ પણ લખાણ હવે સરળતાથી યુનિકોડમાં રૂપાંતરિત કરી શકાય છે. મને ખાતરી છે કે મારી આ વાત બધી જ સાઈટ્સને હું ધારું તે કરતા6 પણ જલદીથી યુનિકોડમાં બદલવા માટે પ્રોત્સાહિત કરશે. અને હવે તો અસંખ્ય સાધનો ઉપલબ્ધ છે, જે લગભગ ગમે તે ફોન્ટ્ ફોર્મેટને યુનિકોડમાં બદલી શકે છે. નેટ પર ભારતીય ભાષા વાપરવાનો બીજો એક અવરોધ એ હતો કે ‘હું મારી ભાષામાં ટાઈપ કેવી રીતે કરી શકીશ. જો તમે શોધશો તો જણાશે કે આ હજી પણ એક પ્રખ્યાત પ્રશ્ન છે.સર્વજ્ઞ જેવા વિકીએ આ માટે રસ્તો તૈયાર કર્યો છે. કોઈ પણ નેટ-ચાહક વ્યક્તિ આજે સહેલાઈથી ભારતીય ભાષા બ્લોગ શરૂ કરી શકે છે. તૈયાર ટાઈપીંગ અને ટ્રાન્સલીટરેટીંગ સાધનો ને કારણે, આવનાર સમયમાં કાર્ય વાયુવેગે કરી શકાશે. પ્રકાશન કરવાની સરળતાને કારણે જ બ્લોગીંગ લોકપ્રિય થયું છે અને આજ વાત જ્યારે ભારતીય ભાષાના સંદર્ભમાં પણ સાચી પડશે ત્યારે તો ઈન્ડીક બ્લોગીંગ ને કોઈ રોકનાર જ નહીં હોય.
પ્ર. બ્લોગ્સની ઉપસ્થિતિને કારણે વધુ ને વધુ સ્થાનિક પ્રવક્તાઓ નેટ ઉપર આવે છે. એવી ગણતરી છે કે મલયાલમમાં આશરે એક હજાર જેટલા બ્લોગર્સ છે અને તમિલમાં તો એથી ય વધુ સંખ્યામાં છે. આ આંકડા દિવસે દિવસે વધતા જાય છે. શું આવી પરિસ્થિતિ સોફ્ટવેર કંપનીઓને તેમના ઉત્પાદનોને ભારતના ભાષા જગત માટે સ્થાનિકરણ કરવા આગ્રહ કરશે?
જ. ચોક્કસ. મેં આગળ ગુગલનો જ દાખલો આપ્યો ને! યાહૂ એ પણ ભાષાના પોર્ટલ ચાલુ કર્યા અને માંગણી પ્રમાણે સરાઈ જેવી ઘણી ઓછી સંસ્થાઓ એવા લોકોની કદર કરે છે, જે આવા સાહસો પાછળ મહેનત કરે છે. છતાં, આપણાંમાંના ઘણાં ભાષા પ્રત્યેના પ્રેમને કારણે તે કરીએ છીએ. હું gettext જેવા સાધનોની કદર કરું છું કે જેની મદદથી સ્થાનિકરણ સહેલું બન્યું છે. હું આશા રાખું છું કે ઈન્ડસ્ટ્રી કોઈ એવી ઓપન-સોર્સ ટેકનીક પર કેન્દ્રિત થશે કે જેથી કરીને આ સાધનો ને ફરી વપરાશમાં ન લેવાય.
પ્ર. તમે જાણો છો તેમ, હાલ વર્તમાનમાં, ભાષાઈન્ડીયાએ તેના પોર્ટલમાં ઘણી બધી ભાષાઓનો ઉમેરો કર્યો છે. એક ઈન્ડીક બ્લોગર અને સ્થાનિકરણકર્તા હોવાને નાતે ઈન્ડીક ભાષા કમ્પ્યૂટિંગ માટેના ભાષાઈન્ડીયાના પ્રયાસને તમે શું મૂલ્યાંકન કરો છો? શું તમારા કોઈ સૂચનો છે?
જ. જે લોકો પોતાની ભાષાને સારું કાર્ય કરતી જોવા ઈચ્છે છે, તેવા લોકોને એક સમાજની દ્રષ્ટિએ નજીક લાવવાનો ભાષાઈન્ડીયાનો ફાળો ઘણો મોટો છે.મેં કોઈ ખાસ ભાગ નથી લીધો, પરંતુ જાવા ટેકનોલોજી તરફ ઢોળાવ ધરાવતા બધા જ ફોરમ ખૂબ જ રંગીન છે અને તેમાં સમાવિષ્ટ વસ્તુઓ શ્રેષ્ઠ છે.