વિન્ડોઝની લાઈવ સર્વિસ દ્વારા ઓનલાઈન કોમ્યુનીટી સાથે જોડાઓ
સપ્ટેમ્બર ૧૩, ૨૦૦૬ માં પ્રકાશિત
રોબ ટીબ્રો દ્વારા
| ઈ-મેલ અને ઓનલાઈન શોધના પરિણામો જેવી માહિતીને તૈયાર કરવામાં, તેને સંગઠિત કરવામાં અને તેની વ્યવસ્થા કરવામાં, ઘણાં યુઝર્સનો ઘણો બધો સમય જતો રહેતો હોય છે. તેઓ દિવસ દરમિયાન પણ ઘણાં લોકો અને સંસ્થાઓ સાથે સંપર્ક કરતા રહેતા હોય છે. તેમની આ કાર્ય પધ્ધતિમાં ઘણો બધો સમય વેડફાઈ જતો હોય છે અને ક્યારેક તો તે કંટાળાજનક પણ સાબિત થાય છે. |
વિન્ડોઝ Live, એ એક એવી ઈન્ટરનેટ સેવા છે કે જે આપણા ઓનલાઈન જીવનને આસાન બનાવી દેશે. વિન્ડોઝ Live માં નીચેની ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ છે:
- વિન્ડોઝ Live.com, તમારી વિન્ડોઝ Live સેવાઓને વાપરવાનું શરૂ કરવા માટેનું પ્રથમ સ્થાન; તમારી અનુકૂળતા પ્રમાણે તમે તેમાં સમાચાર, હવામાનની માહિતી, RSS feeds, ફોટા અને બીજું ઘણું ઉમેરી શકો છો.
- વેબ નિયંત્રિત ઈ-મેઈલ સેવા, વિન્ડોઝ Live મેઈલ.
- વિન્ડોઝ Live મેસેન્જર, જેના દ્વારા તમે બીજા લોકો સાથે વાર્તાલાપ કરી શકો છો, તેમને ફોટા મોકલી શકો છો અને ઈન્સ્ટન્ટ મેસેજીંગ દ્વારા તમે વિડિયો સંદેશા પણ મોકલી શકો છો.
- વિન્ડોઝ Live સર્ચ, જે એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાંથી તમે અસંખ્ય ઓનલાઈન માહિતી શોધી શકશો -જેવી કે વેબ સાઈટ, સમાચાર, નકશાઓ, ફોન નંબર, અને સેટેલાઈટ દ્વારા સંદેશાઓ.
- વિન્ડોઝ Live OneCare, એ તમારા માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ધરાવતા PC માટે, એક સરળ રક્ષણ અને અનુરક્ષણ સેવા છે.
- વિન્ડોઝ Live સ્પેસ, તમારા સામાજિક માળખાને આયોજન કરવા માટેના સાધન પૂરા પાડે છે. તેમાં તમે સહેલાઈથી ફોટા મૂકી શ્કો છો, તેમ જ બીજાંઓ જોઈ શકે તે રીતે તેને સંઘરી પણ શકો છો. તમે તમારો બ્લૉગ પણ ઝડપથી અને સરળતાથી બનાવી શકો છો.
- વિન્ડોઝ Live ફેવરીટ્સ, એવું ક્ષેત્ર છે કે જ્યાં તમે તમારા માનીતા ‘બુકમાર્ક્સ’ ને સંઘરી શક્શો, કે જેથી તમે તેનો ઉપયોગ તમારા ઘર, ઓફિસ કે પ્રવાસ દરમિયાન પણ કરી શકશો.
- વિન્ડોઝ Live કસ્ટમ ડોમેન, તમને તમારા ઈન્ટરનેટ ડોમેઈન માટે વિનામૂલ્યે ઈ-મેલ આપે છે.
|