વૈશ્વિકરણ, એક પછી એક કદમ
આંતરરાષ્ટ્રીયકરણની સમજૂતી
આંતરરાષ્ટ્રીયકરણ માટેના ઉત્પાદનો બનાવવા, એ સતત સમતોલન પ્રક્રિયા છે. આવા ઉત્પાદનો બનાવવા માટે જે પ્રકારના પ્રયત્નો અને વિગતવારની જે કાળજી જોઈતી હોય છે, તેનું મૂલ્ય ઘણી વાર ઉત્પાદનને વિકસાવનારા ઉત્પાદકો અને તેમનાં મેનેજરો કેટલીક વાર ઓછું આંકે છે, પછી તે ઉત્પાદન, વિશ્વ માટે હોય કે જુદા જુદા અનેક બજારોમાં ઉપયોગ માટે તૈયાર કરવામાં આવેલી સીંગલ-બાઈનેરી એપ્લીકેશન હોય, કે પછી કોઈ ઉત્પાદનની મહત્તમ ગુણવત્તા ધરાવતી, વિદેશી ભાષાઓ માટે તૈયાર કરાયેલી આવૃત્તિઓ હોય. જો તમે આવા કોઈ ઉત્પાદનને વિકસાવનારા ડેવેલપર હો, તો તમારે તેની ખાતરી કરી લેવી જોઈએ કે તમારી મેનેજમેન્ટ સંપૂર્ણ રીતે સમજે કે આને માટે શું આવશ્યક છે. જો તમને કેવાં પ્રકારની સમસ્યાઓ આવી શકે, તેની જાણ હોય, તો તમને તમારા ઉત્પાદનકાર્યના શરૂઆતના તબક્કાઓમાં જ નિર્ણય લેવાની મદદ મળી શકશે, જેનાથી તમારો સમય અને પૈસા તો બચશે પણ તમે વ્યથામાંથી પણ બચી જશો.
The process of creating internationalized software has two facets (see Figure below):
આંતરરાષ્ટ્રીયકરણ સોફ્ટવેર બનાવવાની પ્રક્રિયાનાં બે પાસા છે (નીચેની આકૃતિ જુઓ):
* વિશ્વ માટે તૈયાર. આ પાસામાં સમાવેશ થાય છે, જિનેરિક કોડિંગનો તેમજ ડિઝાઈનના પ્રશ્નો –જેમાં સમાય છે બે મુખ્ય કાર્યક્ષેત્રો –વૈશ્વિકરણ અને સ્થાનીકરણ માટે યોગ્ય. * સ્થાનીકરણ. આ પાસામાં સમાવેશ થાય છે, કોઈ વિશિષ્ટ બજાર માટે અનુવાદ કરીને તેને ખાસ તૈયાર કરીને બનાવવામાં આવેલું ઉત્પાદન.
ઉદાહરણ તરીકે જોઈએ, તો માઈક્રોસોફ્ટ વિન32 એપ્લીકેશન પ્રોગ્રામીંગ ઈન્ટરફેસ (API) દ્વારા આપવામાં આવેલા નેશનલ લેન્ગવેજ સપોર્ટ (NLS)નો ઉપયોગ કરવો, તે વિશ્વ માટે તૈયાર કદમ કહેવાય, જ્યારે યુઝર ઈન્ટરફેસના (UI) ઘટકોને બદલવા, લખાણનો અનુવાદ કરવો અને પારિભાષિક શબ્દાવલીનું ધોરણ એકસરખું કરવું, તે સ્થાનીકરણ માટેનાં કદમો કહેવાય. તેને વિકાસ કરનારા ડેવેલપર્સ કોડ લખતા હોય છે, તેથી તેઓ તેમનું ધ્યાન મુખ્યત્વે વિશ્વ માટે તૈયાર કરવાનાં પ્રશ્નો ઉપર કેન્દ્રિત કરતા હોય છે. પરંતુ આ કોડ અને તે ગુણવિશેષ ડિઝાઈન, ઉત્પાદનનો અનુવાદ કેવી રીતે થયો છે અને તેને કેવી રીતે ખાસ પ્રકારે બનાવવામાં આવ્યો છે, તેના પર પણ અસર કરતાં હોય છે, તેથી ડેવેલપર્સ લોકોએ સ્થાનીકરણ વિશેનો સામાન્ય ખ્યાલ સમજવો જ જોઈએ.
પારિભાષિક
વૈશ્વિકરણ: પ્રોગ્રામના હાર્દને વિકસાવવાની પ્રક્રિયા, જેમાં તેનાં લક્ષણો અને કોડની ડિઝાઈન માત્ર કોઈ એક જ ભાષા કે સ્થળને જ આધારે નથી હોતાં. પરંતુ તેની ડિઝાઈન એવી રીતે વિકસાવવામાં આવેલી હોય છે કે જેથી તેનાં ઈન્પુટ, ડિસ્પ્લે અને આઉટપુટ, જેને યુનિકોડનો આધાર હોય, તેવી ખાસ ચોક્કસ ભાષા લિપિઓ અને તે વિશેષ સ્થળના ડેટા ને સંબંધિત હોય.
સ્થાનીકરણ:
સોફ્ટવેર કોડ ની ડિઝાઈન એવો આધાર અને સહારો આપે છે કે જેથી તે પ્રોગ્રામને, મૂળ સોર્સ કોડમાં કોઈપણ જાતના ફેરફાર કર્યા વિના, જુદી જુદી ભાષાઓની આવૃત્તિઓમાં સ્થાનીક ફેરફાર કરીને બનાવી શકાય.