Skip Ribbon Commands
Skip to main content

​​​​​​​

વિન્ડો 10ના રોમાંચક પ્રીવ્યૂ માટે રિમોટ ડેસ્કટોપ ​


વિન્ડો 10ના રોમાંચક પ્રીવ્યૂ માટે રિમોટ ડેસ્કટોપ

હું તે દરેકનો ખૂબ જ આભાર વ્યક્ત કરીને મારી વાત શરૂ કરવા માંગુ છું જેમણે વિન્ડો 10 માટે અમારા માઇક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ પ્રીવ્યુને ઇન્સ્ટોલ કર્યુ છે અને તેનો ઉપયોગ કર્યો છે અને અત્યાર સુધી ખૂબ જ સરસ પ્રતિભાવો પુરા પાડ્યા છે. કોર ફિચર સેટ ઉપર કેટલાક મહિનાઓ કામ કર્યા બાદ અમે પ્રીવ્યુની બહાર એપ લાવવા માટે ઉત્સાહિત છીએ, જેથી દરેક વિન્ડો 10 ડિવાઇસ ઉપર, ભલે તે ડેસ્કટોપ, ટેબલેટ, ફોન અથવા ફોન માટે કોન્ટિનમ દ્વારા આવા જ પ્રકારના ખૂબ જ સારા અનુભવનો ફાયદો પ્રાપ્ત કરી શકે.

વિન્ડો 10 બહાર લાવી દેવાયુ હોવાથી, જો તમે સ્ટોરમાંથી રિમોટ ડેસ્કટોપ એપ ઇન્ટોલ કરી લીધી હોય તો તમે અમારી વિન્ડો [ફોન] 8.1 એપનો ઉપયોગ કરી રહ્યાં હતા. અમારી નવી વિન્ડો 10 યુનિવર્સલ એપ માત્ર જો તમે માઇક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ પ્રીવ્યુ એપ ઇન્સ્ટોલ કરી હોય તો જ ઉપલબ્ધ હતી. પ્રારંભિક પ્રીવ્યુમાંથી અમે બહાર નીકળી ગયા હોવાથી વિન્ડો 10 અને વિન્ડો 10 મોબાઇલ બન્ને ડિવાઇસ માટ રિમોટ ડેસ્કટોપ નામ હેઠળ ચાલી રહેલી 8.1 આવૃતિ બદલવા માટે યુનિવર્સલ એપ રજૂ કરી રહ્યાં છે. આગામી થોડાક અઠવાડિયાઓમાં વપરાશકર્તાઓની વધી રહેલી સંખ્યા માટે વિન્ડો 10 આવૃતિ રજૂ કરવામાં આવી રહી છે, તેથી તે શક્ય છે કે તમે આ બ્લોગ વાંચી રહ્યાં હોવ તો પણ તમે અપડેટ થયેલી એપ હજુ જોઇ ન હોય. જો તમે તેને હજુ સુધી ઇન્સ્ટોલ ન કરી હોય તો સ્ટોરમાં રિમોટ ડેસ્કટોપ સર્ચ કરવાથી એપ ઉપલબ્ધ બને છે.

અપગ્રેડ દરમિયાન, તમારે નીચેની ધારણા રાખવી  જોઇએઃ

 • ડેસ્કટોપ કનેક્શન જાળવી રખાયું હોય
 • વપરાશકર્તાનું નામ જાળવી રખાયું હોય
 • પાસવર્ડ ફરી દાખલ  કરવાની જરૂર
 • ગેટવે જાળવી રખાયો હોય
 • વિન્ડો ફોન 8.1માંથી રિમોટ રિસોર્સ URLs જાળવી રખાયા હોય પરંતુ નવા સાઇન ઇનની જરૂર પડે
 • વિન્ડો 8.1માંથી રિમોટ રિસોર્સ જાળવી રખાયો ન હોય અને ફરીથી ઉમેરવાની જરૂર પડે
 • કેટલાક સામાન્ય સેટિંગ જાળવી રખાયા હોય

વિન્ડો 8.1 આવૃતિની એપમાં ઉપલબ્ધ કેટલાક ફિચર્સે હજુ સુધી વિન્ડો 10 આવૃતિમાં તેમનું સ્થાન પ્રાપ્ત કર્યુ નથી. અમે અમારી ભવિષ્યના અપડેટ અંગે આયોજન કરી રહ્યાં હોવાથી તમારા માટે સૌથી મહત્ત્વના હોય તેવા ફિચર્સ ઉપર તમારા પ્રતિભાવોને આવકારીએ છીએ.

અહી તેવા ફિચર્સની યાદી આપી છે જે હજુ સુધી ઉપલબ્ધ નથીઃ

 • એક જ વખતે એક કરતાં વધારે કનેક્શન
 • ડાયનેમિક રિઝોલ્યુશન અને રોટેશન
 • પ્રિન્ટર રિડાયરેક્શન
 • સ્માર્ટકાર્ડ રિડાયરેક્શન
 • માઇક્રોફોન સપોર્ટ
 • સ્થાનિક એપ (હાલમાં માત્ર અંગ્રેજી છે)

જો આ ફિચર્સ તમારા માટે અત્યંત મહત્ત્વના હોય તો તે ભલામણ કરાય છે કે તમે રિમોટ ડેસ્કટોપ કનેક્શન એપ (MSTSC)નો ઉપયોગ કરો જે વિન્ડોમાં મુકાઇ છે.

પ્રોત્સાહક પ્રીવ્યૂનો અર્થ એ અમારો હેતુ પુરો થઇ ગયો છે તેવો  નથી પરંતુ તેનાથી વિપરિત છે. અમે પહેલેથી જ કેટલાક કાર્યરત ફિચર્સનો સમૂહ ધરાવીએ છીએ અને સ્ટોર પર મળતી ટિપ્પણીઓની ઉપર સતત નજર રાખવાનું ચાલુ રાખીશું અને અમારી ફિચર રિક્વેસ્ટ સાઇટ અમને આગામી ફિચર્સના સમૂહ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદ કરે છે અને એપ માટે તમે સતત અપડેટ પ્રાપ્ત કરવાની આશા રાખી શકો છો.

હું એપની મુખ્ય આવૃતિ કેવી રીતે મેળવી કરી શકું?

સ્ટોરમાં રિમોટ ડેસ્કટોપ નામ હેઠળ એપનું નોન-પ્રીવ્યુ વર્ઝન પ્રાપ્ત કરી શકાય છે. જો તમે પહેલેથી જ અમારી વિન્ડો 10 ઉપર એપનું વિન્ડો 8.1 અથવા વિન્ડો ફોન 8.1 વર્ઝન વાપરી રહ્યાં હોવ તો તો તમને આગામી સમયે એપના વિન્ડો 10 વર્ઝન ઉપર આપમેળે અપગ્રેડ કરી દેવામાં આવશે. રોલઆઉટ પ્રોસેસ દ્વારા એક વખત તમારી ડિવાઇસ અપગ્રેડ પર પસંદ કરવામાં આવે એટલે સ્ટોર તમે ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશનની યાદી અપડેટ કરી દે છે.

જો તમે માત્ર માઇક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ પ્રીવ્યુનો ઉપયોગ કરી રહ્યાં છો અથવા રિમોટ ડેસ્કટોપ પર તમે નવા છો તો  આજે જ એપ ડાઉનલોડ કરવા માટે સ્ટોર પર જાઓ અને તમે શું વિચારો છો તે અમને જણાવો.

સ્ટોરમાં હજુ સુધી હું પ્રીવ્યુ એપ શા માટે જોઉ છું?

એક તરફ એપના વિન્ડો 10 આવૃતિ માટેનો પ્રારંભિક પ્રીવ્યુ સમયગાળો પુરો થઇ ગયો હોવાથી, તમને સ્ટોરમાં બે એપ જોવા મળશેઃ રિમોટ ડેસ્કટોપ અને માઇક્રોસોફ્ટ ડેસ્કટોપ પ્રીવ્યુ.

જો તમે માત્ર રોજબરોજની રિમોટિંગ જરૂરિયાતો માટે એપનો ઉપયોગ કરવા ઇચ્છતાં છો તો તમને રિમોટ ડેસ્કટોપ વર્ઝન ઇન્સ્ટોલ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ એપ ધીમી અપડેટ જરૂરિયાતો અને ઓછું જોખમ ધરાવે છે.

જોકે જો તમને પ્રી-રિલીઝ સોફ્ટવેર ઉપયોગ કરવાનો આનંદ મળતો હોય જે કદાચ વધારે બગ્સ અને ક્રેશ ધરાવતાં હોઇ શકે છે, બધા કરતાં પહેલા  નવા ફિચર્સની પ્રાપ્તિ મેળવતાં હોવ  અને બીજા દરેક માટે પ્રોડક્ટને વધુ સારી બનાવવા માટે પ્રતિભાવો પુરા પાડતાં હોવ તો પછી માઇક્રોસોફ્ટ રિમોટ ડેસ્કટોપ પ્રીવ્યુ તમારા માટે છે.

બન્ને એપ એક પછી એક ઇન્સ્ટોલ કરી શકાય છે.

વિન્ડો ફોન 8.1, વિન્ડો 8.1, iOS, મેક OS X  અને એન્ડ્રોઇડ ઉપર ચાલી રહેલા તમારા અન્ય ઉપકરણો ઉપર પણ રિમોટ ડેસ્કટોપ ક્લાયન્ટ ઉપલબ્ધ છે.​​​​​ ​​​​​​​​​​​​​​​​​​
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.