Skip Ribbon Commands
Skip to main content

​​​​​​

પ્રોવિઝનિંગ પેકેજિસ - શું કરી શકાય અથવા શું ન કરી શકાય? ​


વિન્ડો 10 વાપરતાં લોકો, કેમ છો!

આજે હું તે વિષય ઉપર વાત કરવા માંગુ છું જે મને પસંદ છેઃ  વિન્ડો 10 પ્રોવિઝનિંગ.

ઇન્ટરનેટ ઉપર ઘણી બધી ચર્ચાઓ થઇ રહી છે કે શું નવી વિન્ડો 10 વિસ્તરણ પદ્ધતિ (એટલે કે પ્રોવિઝનિંગ) ખરેખર કરવા લાયક રૂપરેખા છે. અને જો મારા અનુભવ ઉપરથી પ્રામાણિકપણે કહું તો, આ પદ્ધતિ ઘણાબધા વપરાશકર્તાઓ સ્વીકારી રહ્યાં હોય તે હું જોઇ રહ્યો નથી. આ બાબત તપાસવા માટે મે માઇક્રોસોફ્ટ જાપાનની અંદર આંતરિક સરવે પણ કર્યો છે અને ટોચની 200 કંપનીઓમાંથી 60 દ્વારા પસંદ કરવામાં આવેલી વિન્ડો 10 વિસ્તરણ પદ્ધતિ એકત્રિત કરી છેઃ તેમાંની 90%એ પરંપરાગત "વાઇપ એન્ડ લોડ" પદ્ધતિ સાથે આગળ વધવાનું નક્કી કર્યુ છે.

શા માટે? આ માટે ઘણા બધા કારણો છે. પ્રથમ હું જેના વિશે વિચારી રહ્યો છું તે છે કે ગ્રાહકો પરંપરાગત વિસ્તરણ યોજનાથી ટેવાઇ ગયા છે જે વિન્ડો 10 ઉપર પણ ખૂબ જ સારી રીતે કામગીરી કરે છે. તેમણે કદાચ સમગ્ર વિસ્તરણનું દસ્તાવેજીકરણ કર્યુ હોઇ શકે અને સંપુર્ણ નવી વિસ્તરણ ડિઝાઇન અને દસ્તાવેજીકરણનો ખર્ચ મર્યાદિત કરવા ઇચ્છી રહ્યાં હોય. ઉદાહરણ તરીકે જાપાનમાં અમારા મોટાભાગના ગ્રાહકો ચોક્કસ સમયે વિન્ડો 10 ઉપર સ્થળાંતર કરવા માટે જથ્થાબંધ ડિવાઇસ બદલવાનું વિચારી રહ્યાં છે. આ ચોક્કસ કિસ્સામાં, તે મોટા ભાગના સમયે "વાઇપ અને લોડ" પદ્ધતિ અપનાવશે.

બીજુ કારણ જેનો મને વિચાર આવે છે  તે છે કે પ્રોવિઝનિંગ પદ્ધતિ કેટલીક મર્યાદા અને પડકારો ધરાવે છેઃ ઉદાહરણ તરીકે, તે સ્ટોરમાંથી લાવવામાં આવેલા વિન્ડો 10 ડિવાઇસમાંથી બ્લોટવેર દૂર કરવા માટેની સરળ પદ્ધતિ પુરી પાડતી નથી (તમે આ લખી શકો છો, પરંતુ બધા જ ઉપકરણો બજારમાં ઉપલબ્ધ હોવાથી આ કામ કરશે નહીં.)

અન્ય એક તે હોઇ શકે કે એડિશન અપગ્રેડ માત્ર પ્રો (અથવા એજ્યુ.)માંથી એન્ટરપ્રાઇઝમાં જ કામ કરે છે, જ્યાં મોટાભાગની કન્ઝ્યુમર ડિવાઇસ તમે ખરીદો છો તે વિન્ડો 10 હોમ એડિશન સાથે આવે છે (તે વાસ્તવિક રીતે હોમ થી પ્રો, ત્યાર બાદ PPKGનો ઉપયોગ કરીને Proથી Ent કરવાનો રસ્તો છે.) અને છેલ્લે, ICD ટુલ જે મોટાભાગના વપરાશકારો માટે અનુકૂળ ટુલ હોઇ ન (અત્યાર માટે) શકે. (તેમાં સેટિંગ્સ અને કેટલાક ઇનપુટ ફોર્મેટ અંગે માહિતીની ખામી છે.)

 

મારા માટે, પ્રોવિઝનિંગ માત્ર એક જ પરિસ્થિતિમાં ઉપયોગ  થવું જોઇએઃ BYOD. તે સમાધાન છે જે કેટલીક વ્યવસાયિક જટિલ પરિસ્થિતિને ઉકેલી શકે છે જ્યાં સેલ્સ કરનાર વ્યક્તિ બિઝનેસ પ્રવાસ દરમિયાન તેમની ડિવાઇસ ગુમ થઇ જાય/તૂટી જાય/ચોરાઇ જાય છે અને IT proની દરમિયાનગીરી વગર તેને બદલવાની જરૂરિયાત ધરાવતો હોય. પ્રોવિઝનિંગ તેની ડિવાઇસ એન્ટરપ્રાઇઝ એડિશન પર અપગ્રેડિંગ કરીને, ઓફિસ 2016 ઇન્સ્ટોલ કરીને, VPN પ્રોફાઇલ સેટિંગ કરીને અને જો જરૂર પડે તો ડોમેઇન જોડીને તેનું કામ ઝડપથી પાછુ મેળવવામાં મદદ કરશે.

અન્ય કોઇ પરિસ્થિતિ માટે તમારે અપગ્રેડ(વિન્ડો 7,8,8,1 ડિવાઇસમાંથી) અથવા વાઇપ એન્ડ લોડના બદલે કોઇ નવી ડિવાઇસ માટે વિચારવું જોઇએ.

પ્રોવિઝનિંગ પદ્ધતિમાં આપણે કેટલીક મર્યાદાઓનો સામનો કરી રહ્યાં હોવા છતાં, હું અહી મે PPKGમાંથી પ્રાપ્ત કરેલા તમામ ટેસ્ટિંગ રિઝલ્ટ એકત્રિત કરવા માંગુ છું (શું કામ કરે છે અને શું નહીં) જેથી શ્રેષ્ઠ વિસ્તરણ પદ્ધતિ અંગે નક્કી કરતી વખતે તમારી જરૂરિયાતો મુજબ અનુકૂળ હોય તે તમામ રીતો તમારા હાથમાં હોય.

 • કોર્પોરેટ ઇન્ફ્રામાં ડિવાઇસ નોંધો
  • Domain Join –> OK
   • [Runtime Settings]>[Accounts]>[Computer Account]
    • [Account] ડોમેઇન\એકાઉન્ટ (i.e. contoso\admin)
    • [DomainName] ડોમેઇન FQDN (i.e. contoso.com)
    • [Password] ડોમેઇન એકાઉન્ટ પાસવર્ડ જોડો
  • Azure AD Join –> NO (તે PPKG દ્વારા ઓફર કરવામાં આવતી નોંધણીની પ્રમાણિકરણ પદ્ધતિ સાથે સંબંધિત છે જે એઝ્યુર AD જોઇનની સાથે સાથે ઇન્ટ્યુન સાથે અનુકૂળ નથી.)
  • Intune enrollment –> NO (ઉપર પ્રમાણે)
  • SCCM On-prem MDM enrollment –> OK (વ્યક્તિગત પરીક્ષણ કર્યુ નથી પરંતુ તેને કેવી રીતે કરવું તે અંગે વિસ્તારપૂર્વક સમજણ આપતો ખૂબ જ  સરસ લેખ મળ્યો છે.)
 • પ્રોફાઇલ
  • WIFI –> OK
   • [Runtime Settings]>[ConnectivityProfiles]>[WLAN]>[WLANSetting]
    • WiFiનું ઉમેરો [SSID]
    • નીચે [WLANXmlSettings], ભરો [AutoConnect], [HiddenNetwork], [SecurityKey] અને [Security Type]
  • Certificates –> OK
   • રૂટ CA સર્ટિફિકેટ માટે, [Runtime Settings]>[Certificates>[RootCertificates]
    • [CertificateName] દાખલ કરો અને [Add] ક્લિક કરો.
    • [CertificatePath] CER રૂટ માટે CA સર્ટિફિકેટ ફાઇલ માટે પાથ
  • ઇમેલ પ્રોફાઇલ –> તમે BYOD પરિસ્થિતિ ન જાણતા હોવાથી તમે ડોમેઇન અથવા એઝ્યુર AD એકાઉન્ટ જાણતા નથી, હું નથી માનતો કે પ્રોવાઇઝનિંગ સાથે તે થોડુંક પણ શક્ય છે.
 • OS કસ્ટમાઇઝેશન
  • Start Menu –> OK (નોંધઃ તે વર્તમાન વપરાશકર્તાને લાગુ પડતું નથી પરંતુ કમ્પ્યુટર ઉપર કોઇ વપરાશકર્તાને લાગુ પડે છે.)
  • Wallpaper –> NO (ઇમેજ ફાઇલ કોપી કરો પરંતુ તેને લાગુ ન કરતાં હજુ સુધી જાણતા નથી કે તે ધારણાં પ્રમાણે વર્તે છે કે નહીં, તેની ઉપર તમને બાદમાં જાણકારી આપીશ.)
  • Local Account creation –> OK
   • [Runtime Settings]>[Accounts]>[Users]
   • [User Name] ટાઇપ કરો અને [Add] ક્લિક કરો
   • [Password] નવો સર્જેલો એકાઉન્ટ પાસવર્ડ
   • [UserGroup] ઉદાહરણ તરીકે "Administrators" ગ્રૂપમાં વપરાશકર્તા ઉમેરો
  • UWF –> OK
   • [Runtime Settings]>[UnifiedWriteFilter]
   • [FilterEnabled] TRUE
   • [OverlaySize] MBમાં (i.e. 1024)
   • [OverlayType] RAM અથવા Disk પસંદ કરો
   • [Volumes]
    • ફિલ્ટર કરવા માટે (જેમ કે "C:") [DriveLetter] ટાઇપ કરો [Add] ક્લિક કરો
    • [Protected] TRUE
  • Bitlocker –> NO (હા સ્ક્રિપ્ટની અંદર manage-bde કમાન્ડની સાથે)
  • Edition upgrade –> OK (માત્ર Pro/Eduમાંથી એન્ટરપ્રાઇઝ સુધી)
   • [Runtime Settings]>[EditionUpgrade]
   • [UpgradeEditionWithProductKey] એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ કી ટાઇપ કરો
 • યુનિવર્સલ એપ્લિકેશન
  • Install –> OK (સાઇડલોડિંગ સક્રીય કરવાનું  ભૂલતા નહીં, સર્ટિફિકેટ, ડિપેન્ડન્સીની સાથે સાથે એપ ફાઇલ લાગુ કરો)
   • સાઇડલોડિંગ સક્રીય કરવા, [Runtime Settings]>[Policies]>[ApplicationManagement]>[AllowAllTrustedApps]>[Yes]
   • સર્ટિફિકેટ ડિપ્લોય કરવા, [Runtime Settings]>[Certificates]>[TrustedPeopleCertificates]       
    • ટાઇપ [CertificateName] અને [Add] ક્લિક કરો
    • [TrustedCertificate] એપ સર્ટિફિકેટ ફાઇલ પર પાથ નક્કી કરો
   • ડિપેન્ડન્સી સાથે એપ દાખલ કરવા માટે, [Runtime Settings]>[UniversalAppInstall]
    • [PackageFamilyName] ટાઇપ કરો અને [Add] ક્લિક કરો(કોઇપણ નામ હોઇ શકે)
    • [ApplicationFile] ".appxbundle" ફાઇલ નક્કી કરો
    • [DependencyAppxFiles] એક પછી એક તમામ ડેપિન્ડન્સી ફાઇલ ઉમેરો
  • Uninstall –> OK
   • [Runtime Settings]>[UniversalAppUninstall]
   • કમ્પ્યુટર ઉપર જ્યા એપ અનઇન્સ્ટોલ હોય તે ઇન્ટોલ હોય તો PowerShell કમાન્ડ રન કરો. પેકેજ ફેમિલી નામ શોધવા માટે get-appxpackage.
   • ઉપરનો કમાન્ડ ઉપયોગ કરીને મળેલુ [PackageFamilyName] ટાઇપ કરો.
 • Win32 એપ્લિકેશન ઇન્સ્ટોલેશન
  • MSI –> OK
   • [Runtime Settings]>[ProvisioningCommands]>[DeviceContext]
   • [CommandFiles] MSI ફાઇલ ઉમેરો
   • [CommandLine] MSI પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે કમાન્ડ લાઇન ટાઇપ કરો: "msiexec.exe /i xxx.msi /q"
  • Office –> OK (WICDનો ઉપયોગ કરીને કેવી રીતે તે કરવું તે સમજાવવા હું બીજો લેખ લખીશ.)

આશા છે કે પ્રોવિઝનિંગ સાથે શું શક્ય છે તે નક્કી કરવામાં આ તમને મદદ કરશે. સ્વાભાવિક રીતે મે વિન્ડો ICDમાં ઉપલબ્ધ તમામ શક્ય  સેટિંગને આવરી લીધા નથી આથી જો તમારે કોઇ અન્ય સેટિંગ્સ જોઇતાં હોય તો હું માત્ર તમને તે શોધવા માટે વિન્ડો ICD દ્વારા શોધી લેવાનું સુચન કરું છું.​​​​​​ ​​​​​​​​​​​​​​​​​​
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.