Skip Ribbon Commands
Skip to main content

​​​​​​​​​

​​

ઇનપુટ મેથડ એડિટર ઇન્સ્ટોલ કરવું અને ઉપયોગ કરવો


આ લેખ સ્ટાન્ડર્ડ વિન્ડો ઇનપુટ મેથડ એડિટર (IME)ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું અને તેના ઉપયોગની તાલીમ આપે છે.

ઇનપુટ મેથડ એડિટર ઇન્સ્ટોલ કરવું

નીચેનો વિભાગ ચાર જુદી-જુદી પૂર્વ એશિયાઇ ભાષાઓમાં જટિલ અક્ષરો દાખલ કરવા કેવી રીતે ઇનપુટ મેથડ એડિટર (IMEs) ઇન્સ્ટોલ કરવી અને તેનો ઉપયોગ કરવાનું વર્ણન કરે છે. દરેક ભાષાની આગવી વિશિષ્ટતાઓની ચર્ચા કરાઇ છે.

એપ્લિકેશનમાં ઇનપુટ મેથડ એડિટર (IME) કાર્યન્વિત રીતે અમલી કરવા ગેમમાં ઇનપુટ મેથડ એડિટરનો વપરાશ જૂઓ.

માઇક્રોસોફ્ટ વિન્ડો XP સિસ્ટમમાં મૂળભૂત રીતે IME ઇન્સ્ટોલ કરેલું હોતું નથી. તેને ઇન્સ્ટોલ કરવા માટે નીચેના પગલાં પુરા કરો.

IME ઇન્ટોલ કરવા માટે

  1. કંટ્રોલ પેનલમાંથી રિઝનલ અને લેંગ્વેજ ઓપ્શન ખોલો.
  2. લેંગ્વેજ ટેબ ઉપર ઇસ્ટ એશિયન લેંગ્વેજ ચેકબોક્સ માટે ઇન્સ્ટોલ ફાઇલ પસંદ કરો.      


ઇન્સ્ટોલ સપ્લિમેન્ટલ લેંગ્વેજ સપોર્ટ ડાયલોગ બોક્સ જોવા મળે છે જે તમને લેંગ્વેજ ફાઇલ માટે સ્ટોરેજની જરૂરિયાતોની જાણકારી આપે છે.
  1. ડાયલોગ બોક્સ બંધ કરવા OK પર ક્લિક કરો.
  2. લેંગ્વેજ ટેબ ઉપર OK ક્લિક કરો.
  3. અન્ય ડાયલોગ બોક્સ જોવા મળશે જે વિન્ડો XP ઇન્સ્ટોલેશન ડિસ્ક અથવા નેટવર્ક લોકેશન જ્યાં ભાષાને સપોર્ટ કરતી ફાઇલ આવી હશે તેની વિનંતી કરશે. વિન્ડો XP કોમ્પેક્ટ ડિસ્ક દાખલ કરો અથવા તેનું યોગ્ય નેટવર્ક લોકેશન બ્રાઉઝ કરો અને OK પર ક્લિક કરો. માઇક્રોસોફ્ટ વિન્ડો જરૂરી ફાઇલ ઇન્સ્ટોલ કરે છે અને તમને કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવા માટે સુચન કરે છે.
  4. કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવા માટે Yes પર ક્લિક કરો.
  5. રિસ્ટાર્ટ કર્યા બાદ ફરી એકવાર રિઝનલ એન્ડ લેંગ્વેજ ઓપ્શન કંટ્રોલ પેનલ ખોલો.
  6. લેંગ્વેજ ટેબ ઉપર ડિટેઇલ પર ક્લિક કરો. ટેક્સ સર્વિસ અને ઇનપુટ લેંગ્વેજ વિન્ડો જોવા મળશે. 

  1. સેટિંગ ટેબ ઉપર એડ ક્લિક કરો. એડ ઇનપુટ લેંગ્વેજ વિન્ડો જોવા મળશે. 

1.      ઇનપુટ લેંગ્વેજ માટે ચાઇનિઝ (તાઇવાન) અને કિબોર્ડ લેઆઉટ/IME માટે માઇક્રોસોફ્ટ ન્યૂ ફોનેટિક IME 2002a પસંદ કરો.

2.      OK પર ક્લિક કરો. હવે તમે આ જ પ્રકારે વધારાની ભાષાઓ અને IMEsમાં ઉમેરી શકો છો.

3.      ફરી એડ પર ક્લિક કરો, ઇનપુટ ભાષા માટે ચાઇનિઝ (PRC) અને ચાઇનિઝ (સિમ્પ્લિફાઇડ) - કિબોર્ડ લેઆઉટ/IME માટે માઇક્રોસોફ્ટ પિન્યિન IME 3.0 પસંદ કરો અને ત્યારબાદ OK પર ક્લિક કરો.

4.      ફરી એડ પર ક્લિક કરો, ઇનપુટ ભાષા માટે જાપાનિઝ અને કિબોર્ડ લેઆઉટ/IME માટે માઇક્રોસોફ્ટ IME સ્ટાન્ડર્ડ 2002 વર્ઝન 8.1 પસંદ કરો અને ત્યારબાદ OK પર ક્લિક કરો.

5.       ફરી એડ પર ક્લિક કરો, ઇનપુટ ભાષા માટે કોરિયન અને કિબોર્ડ લેઆઉટ/IME માટે કોરિયન ઇનપુટ સિસ્ટમ (IME 2002) પસંદ કરો અને ત્યારબાદ OK પર ક્લિક કરો. ટેક્સ્ટ સર્વિસ અને ઇનપુટ લેંગ્વેજ વિન્ડોમાં ઇન્સ્ટોલ સર્વિસ લિસ્ટ હવે બોક્સ ચાર નવી ઉમેરેલી IMEs ધરાવતું હોવું જોઇએ. ​


1.      ટેક્સ્ટ સર્વિસ અને ઇનપુટ લેંગ્વેજ વિન્ડો બંધ કરવા OK પર  ક્લિક કરો.

2.       કંટ્રોલ પેનલમાં રિઝનલ એન્ડ લેંગ્વેજ વિકલ્પ બંધ કરવા OK પર  ક્લિક કરો. વિન્ડો ટાસ્કબાર હવે લાલ વર્તુળ કર્યા મુજબ ઇનપુટ લોકલ ઇન્ડિકેટર ધરાવવું જોઇએ. ઇન્ડિકેટરની હાજરી સુચવે છે કે સિસ્ટમની ઉપર એક કરતાં વધારે ઇનપુટ લેંગ્વેજ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. 


સરળ ચાઇનિઝ IME

આ ભાગ સરળ ચાઇનિઝ IME (પિનયિન) માઇક્રોસોફ્ટ નોટપેડમાં કેટલાક ચાઇનિઝ અક્ષરો કેવી રીતે  દાખલ કરવા તેનું વર્ણન કરે છે.

  1. નોટપેડ શરૂ કરો (સ્ટાર્ટ બટનમાં ઉપલબ્ધ, ત્યારપછી ઓલ પ્રોગ્રામ અને એસેસરી પસંદ કરો). નોટપેડમાં થોડા અક્ષરો ટાઇપ કરો. આ અક્ષરો તમને બાદમાં IME વિન્ડો દર્શાવવા માટે મદદ કરશે.

  1. નોટપેડ સક્રીય એપ્લિકેશન તરીકે ઇનપુટ લોકલ ઇન્ડિકેટર પર ક્લિક કરો અને ચાઇનિઝ (PRC) પસંદ કરો. ઇન્ડિકેટર CHનો ફેરફાર દર્શાવે છે જે નવી ઇનપુટ ભાષા ચાઇનિઝ (PRC) છે તે દર્શાવે છે. ​​

  1. નોટપેડમાં કર્સર મૂકો. કિબોર્ડ ઉપર HOME દબાવો જેથી કર્સર લીટીની શરૂમાં આવે. કિબોર્ડ ઉપર "N", ત્યારપછી "I" ટાઇપ કરો. નીચેની આકૃતિ તેનો દેખાવ દર્શાવે છે. નાનુ ઊભુ લંબચોરસ વિન્ડો વાંચી રહ્યું છે, જે વર્તમન રીડિંગ સ્ટ્રિંગ દર્શાવે છે. વર્તમાનમાં, રીડિંગ સ્ટ્રિંગ "N" અને "I"ના ટાઇપિંગના પરિણામે "ni" છે.

  1. "3" ટાઇપ કરો. હવે નોટપેડ નીચે મુજબ દેખાય છે. સરળ ચાઇનિઝ IMEમાં N+I+3 સંપુર્ણ ઉચ્ચારણ હોવાથી IME વપરાશકર્તા દાખલ કરવા ઇચ્છી રહ્યો હોય તે અક્ષરની ધારણા કરવા માટે પુરતી માહિતી ધરાવે છે. રીડિંગ વિન્ડો દેખાતી બંધ થઇ જાય છે કારણ કે તમે સંપુર્ણ ઉચ્ચાર દાખલ કરી  લીધો છે. અક્ષર નોટપેડ કર્સરની ઉપરની બાજુ દેખાય છે. આ અ નોટપેડનો ભાગ નથી, તેના બદલે તે અન્ય વિન્ડોમાં નોટપેડના ટોપ ઉપર દેખાય છે અને નોટપેડમાં વર્તમાન અક્ષરોને સંતાડે છે જે તેની નીચે હોય છે. આ નવી વિન્ડો કમ્પોઝિશન વિન્ડો તરીકે ઓળખાય છે અને સ્ટ્રિંગને કમ્પોઝિશન સ્ટ્રિંગ તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્પ્લેમાં આ કમ્પોઝિશન સ્ટ્રિંગને અન્ડરલાઇન કરેલી હોય છે.

  1. હવે અન્ય અક્ષર દાખલ કરવા માટે "H", "A", "O", "3" ટાઇપ કરો. અહીં નોંધો કે રીડિંગ વિન્ડો "H" ટાઇપ કરવામાં આવે ત્યારે દેખાય છે અને "3" ટાઇપ કરવામાં આવે ત્યારે ગાયબ થઇ જાય છે. નીચે દર્શાવ્યું છે તે મુજબ કમ્પોઝિશન સ્ટ્રિંગ હવે બે અક્ષરો ધરાવે છે.

  1. કિબોર્ડ ઉપર એક વખત ડાબી બાજુનો એરો દબાવો. કમ્પોઝિશન કર્સર ડાબી બાજુ એક અક્ષર ખસે છે, જ્યાં બીજો અક્ષર તમે ટાઇપ કરેલો છે. નોટપેડની ઉપરની બાજુ નીચે દર્શાવ્યા મુજબ વિન્ડો દેખાય છે. આ વિન્ડો કેન્ડિડેટ વિન્ડો તરીકે ઓળખાય છે. તે તમે ટાઇપ કરેલા અક્ષરોની યાદી અથવા મેળ ખાતા ઉચ્ચારણોના શબ્દનો સમૂહ દર્શાવે છે. કેન્ડિડેટ લિસ્ટમાં તમે દાખલ કરવા ઇચ્છતા શબ્દને પસંદ કરી શકો છો. આ ઉદાહરણમાં સમાન ઉચ્ચારણ સાથે બે કેન્ડિડેટ અક્ષરો ઉપલબ્ધ છે.

  1. બીજી એન્ટ્રી પસંદ કરવા માટે  "2" ટાઇપ કરો. કેન્ડિડેટ વિન્ડો હવે બંધ થાય છે, અને પસંદ કરાયેલા અક્ષરની સાથે કમ્પોઝિશન સ્ટ્રિંગ અપડેટ થાય છે.

  1. એન્ટર દબાવો. આ IMEને જણાવે છે કે કમ્પોઝિશન પૂર્ણ થયું છે અને સ્ટ્રિંગને એપ્લિકેશનને મોકલવી જોઇએ- આ ઉદાહરણમાં નોટપેડ. કમ્પોઝિશન વિન્ડો બંધ થાય છે અને WM_CHAR થકી નોટપેડને બે અક્ષરો મોકલવામાં આવે છે. નીચેની આકૃતિમાં અન્ડરલાઇન જતી રહી છે કારણ કે દર્શાવેલા બે અક્ષરો નોટપેડના લખાણના ભાગ છે. અસ્તિત્વ ધરાવતી ટેક્સ્ટ "ABCDEFG" જમણી બાજુ ખસે છે કારણ કે બે વધારે અક્ષરો દાખલ કરાયા છે. હવે તમે IMEનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બે સરળ ચાઇનિઝ અક્ષરો દાખલ કર્યા છે.

પરંપરાગત ચાઇનિઝ IME

આ વિભાગ નોટપેડ સાથે કેટલાક ચાઇનિઝ અક્ષરો દાખલ કરવા પરંપરાગત ચાઇનિઝ IMEનો (નવુ ફોનેટિક) કેવી રીતે ઉપયોગ કરવો તેનું વર્ણન કરે છે.

  1. નોટપેડ શરૂ કરો. નોટપેડમાં કેટલાક અક્ષરો ટાઇપ કરો. આ અક્ષરો બાદમાં તમને વિન્ડો સારી રીતે દર્શાવવા માટે મદદ કરશે.

વિન્ડો ટાસ્કબાર ઉપર ઇનપુટ લોકલ ઇન્ડિકેટર પર ક્લિક કરો અને ચાઇનિઝ (તાઇવાન) પસંદ કરો. નવી ઇનપુટ લેંગ્વેજ ચાઇનિઝ (તાઇવાન) છે તે દર્શાવવા આ ઇન્ડિકેટરનો દેખાવ CH થઇ જાય છે
  1. નોટપેડમાં કર્સર મૂકો. કિબોર્ડ ઉપર HOME દબાવો જેથી કર્સર લીટીની શરૂઆતમાં આવે. કિબોર્ડ ઉપર "S", ત્યારપછી "U" ટાઇપ કરો. નીચેની આકૃતિ તેનો દેખાવ દર્શાવે છે. નાનુ ઊભુ લંબચોરસ વિન્ડો વાંચી રહ્યું છે, જે વર્તમાન રીડિંગ સ્ટ્રિંગ દર્શાવે છે. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ "S" અને "U" ટાઇપિંગના પરિણામે રીડિંગ સ્ટ્રિંગ બે અક્ષરો ધરાવે છે.

  1. "3" ટાઇપ કરો. હવે નોટપેડ નીચે મુજબ દેખાય છે. પરંપરાગત ચાઇનિઝ S+U+3 સંપુર્ણ ઉચ્ચારણ હોવાથી IME વપરાશકર્તા દાખલ કરવા ઇચ્છી રહ્યો હોય તે અક્ષરની ધારણા કરવા માટે પુરતી માહિતી ધરાવે છે. રીડિંગ વિન્ડો દેખાતી બંધ થઇ જાય છે કારણ કે તમે સંપુર્ણ ઉચ્ચાર દાખલ કરી લીધો છે. નોટપેડ કર્સરની ઉપરની બાજુ અક્ષર દેખાય છે. આ અક્ષરો નોટપેડનો ભાગ નથી, તેના બદલે તે અન્ય વિન્ડોમાં નોટપેડના ટોપ ઉપર દેખાય છે અને નોટપેડમાં વર્તમાન અક્ષરોને સંતાડે છે જે તેની નીચે હોય છે. આ નવી વિન્ડો કમ્પોઝિશન વિન્ડો તરીકે ઓળખાય છે અને સ્ટ્રિંગને કમ્પોઝિશન સ્ટ્રિંગ તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્પ્લેમાં આ કમ્પોઝિશન સ્ટ્રિંગને અન્ડરલાઇન કરેલી હોય છે.

  1. હવે અન્ય અક્ષર દાખલ કરવા માટે "C", "L" અને "3" ટાઇપ કરો. અહીં નોંધો કે રીડિંગ વિન્ડો "C" ટાઇપ કરવામાં આવે ત્યારે દેખાય છે અને "3" ટાઇપ કરવામાં આવે ત્યારે ગાયબ થઇ જાય છે. નીચે દર્શાવ્યું છે તે મુજબ કમ્પોઝિશન સ્ટ્રિંગ હવે બે અક્ષરો ધરાવે છે.

  1. કિબોર્ડ ઉપર એક વખત ડાબી બાજુનો એરો દબાવો. નોટપેડની ઉપરની બાજુ નીચે દર્શાવ્યા મુજબ વિન્ડો દેખાય છે. આ વિન્ડો કેન્ડિડેટ વિન્ડો તરીકે ઓળખાય છે. તે તમે ટાઇપ કરેલા અક્ષરોની યાદી અથવા મેળ ખાતા ઉચ્ચારણોના શબ્દનો સમૂહ દર્શાવે છે. કેન્ડિડેટ લિસ્ટમાં તમે દાખલ કરવા ઇચ્છતા શબ્દને પસંદ કરી શકો છો. આ ઉદાહરણમાં સમાન ઉચ્ચારણ સાથે ત્રણ કેન્ડિડેટ અક્ષરો ઉપલબ્ધ છે.

  1. બીજી એન્ટ્રી પસંદ કરવા માટે  "2" ટાઇપ કરો. કેન્ડિડેટ વિન્ડો હવે બંધ થાય છે, અને પસંદ કરાયેલા અક્ષરની સાથે કમ્પોઝિશન સ્ટ્રિંગ અપડેટ થાય છે.

  1. એન્ટર દબાવો. આ IMEને જણાવે છે કે કમ્પોઝિશન પૂર્ણ થયું છે અને સ્ટ્રિંગને એપ્લિકેશનને મોકલવી જોઇએ- આ ઉદાહરણમાં નોટપેડ. કમ્પોઝિશન વિન્ડો બંધ થાય છે અને WM_CHAR થકી નોટપેડને બે અક્ષરો મોકલવામાં આવે છે. નીચેની આકૃતિમાં અન્ડરલાઇન જતી રહી છે કારણ કે દર્શાવેલા બે અક્ષરો નોટપેડના લખાણના ભાગ છે. અસ્તિત્વ ધરાવતી ટેક્સ્ટ "ABCDEFG" જમણી બાજુ ખસે છે કારણ કે બે વધારે અક્ષરો દાખલ કરાયા છે. હવે તમે IMEનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બે પરંપરાગત ચાઇનિઝ અક્ષરો દાખલ કર્યા છે.

જાપાનિઝ IME

આ વિભાગ નોટપેડ સાથે કેટલાક જાપાનિઝ અક્ષરો દાખલ કરવા જાપાનિઝ IMEનો ઉપયોગ કરવાની પદ્ધતિ રજૂ કરે છે.

  1. નોટપેડ શરૂ કરો. નોટપેડમાં કેટલાક અક્ષરો ટાઇપ કરો. આ અક્ષરો બાદમાં તમને વિન્ડો સારી રીતે દર્શાવવા માટે મદદ કરશે.

  1. નોટપેડ સક્રીય એપ્લિકેશન તરીકે ઇનપુટ લોકલ ઇન્ડિકેટર પર ક્લિક કરો અને જાપાનિઝ પસંદ કરો. નવી ઇનપુટ લેંગ્વેજ જાપાનિઝ છે તે દર્શાવવા આ ઇન્ડિકેટરનો દેખાવ JP થઇ જાય છે. 

  1. નોટપેડમાં કર્સર મૂકો. કિબોર્ડ ઉપર HOME દબાવો જેથી કર્સર લીટીની શરૂઆતમાં આવે. કિબોર્ડ ઉપર "N", ત્યારપછી "I" ટાઇપ કરો. નીચેની આકૃતિ તેનો દેખાવ દર્શાવે છે. જાપાનિઝમાં N+I સંપુર્ણ ઉચ્ચાર હોવાથી IME વપરાશકર્તા દાખલ કરવા ઇચ્છી રહ્યો હોય તે અક્ષરની ધારણા કરવા માટે પુરતી માહિતી ધરાવે છે. અક્ષર નોટપેડ કર્સરની ઉપરની બાજુ દેખાય છે. આ અક્ષર નોટપેડનો ભાગ નથી, તેના બદલે તે અન્ય વિન્ડોમાં નોટપેડના ટોપ ઉપર દેખાય છે અને નોટપેડમાં વર્તમાન અક્ષરોને સંતાડે છે જે તેની નીચે હોય છે. આ નવી વિન્ડો કમ્પોઝિશન વિન્ડો તરીકે ઓળખાય છે અને સ્ટ્રિંગને કમ્પોઝિશન સ્ટ્રિંગ તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્પ્લેમાં આ કમ્પોઝિશન સ્ટ્રિંગને અન્ડરલાઇન કરેલી હોય છે.

  1. હવે વધુ અક્ષર દાખલ કરવા માટે "H", "O", "N", "G", અને "O" ટાઇપ કરો. નીચે દર્શાવ્યાં મુજબ કમ્પોઝિશન સ્ટ્રિંગ હવે ચાર અક્ષરો ધરાવે છે.

  1. સ્પેસબાર દબાવો. આ IMEને દાખલ કરેલી ટેક્સ્ટને શબ્દ સમૂહમાં ફેરવવા માટેની સુચના આપે છે. નીચે આપેલી આકૃતિમાં IME "નિહોન્ગો" ઉચ્ચારણને લેખિત શબ્દ કાન્જિમાં ફેરવે છે  જેનો અર્થ "જાપાનિઝ ભાષા" એવો થાય છે.

  1. કિબોર્ડ ઉપર એક વખત નીચેની બાજુનો એરો દબાવો. નોટપેડની ઉપરની બાજુ નીચે દર્શાવ્યા મુજબ વિન્ડો દેખાય છે. આ વિન્ડો કેન્ડિડેટ વિન્ડો તરીકે ઓળખાય છે. તે તમે ટાઇપ કરેલા ઉચ્ચારણો સાથે મેળ ખાતા શબ્દ સમૂહની યાદી દર્શાવે છે. કેન્ડિડેટ લિસ્ટમાં તમે દાખલ કરવા ઇચ્છતા શબ્દને પસંદ કરી શકો છો. આ ઉદાહરણમાં સમાન ઉચ્ચાર ધરાવતાં ત્રણ કેન્ડિડેટ અક્ષરો ઉપલબ્ધ છે. એ વાત નોંધો કે બીજી એન્ટ્રી હાઇલાઇટ કરેલી છે અને કમ્પોઝિશન સ્ટ્રિંગ બદલાય છે. આવું નીચેનો એરો ટાઇપિંગ કરવાના કારણે સર્જાય છે જે IMEને તેના પછીની એન્ટ્રી પસંદ કરવા માટે કહે છે જે અગાઉ દર્શાવવામાં આવી હતી.

  1. બીજી એન્ટ્રી પસંદ કરવા માટે  "2" ટાઇપ કરો. કેન્ડિડેટ વિન્ડો હવે બંધ થાય છે, અને પસંદ કરાયેલા અક્ષરની સાથે કમ્પોઝિશન સ્ટ્રિંગ અપડેટ થાય છે.

  1. એન્ટર દબાવો. આ IMEને જણાવે છે કે કમ્પોઝિશન પૂર્ણ થયું છે અને સ્ટ્રિંગને એપ્લિકેશનને મોકલવી જોઇએ- આ ઉદાહરણમાં નોટપેડ. કમ્પોઝિશન વિન્ડો બંધ થાય છે અને  WM_CHAR. થકી નોટપેડને બે અક્ષરો મોકલવામાં આવે છે. નીચેની આકૃતિમાં અન્ડરલાઇન જતી રહી છે કારણ કે દર્શાવેલા બે અક્ષરો નોટપેડના લખાણના ભાગ છે. અસ્તિત્વ ધરાવતી ટેક્સ્ટ "ABCDEFG" જમણી બાજુ ખસે છે કારણ કે બે વધારે અક્ષરો દાખલ કરાયા છે. હવે તમે IMEનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બે જાપાનિઝ અક્ષરો દાખલ કર્યા છે.

કોરિયન IME

આ વિભાગ નોટપેડ સાથે કેટલાક કોરિયન અક્ષરો દાખલ કરવા કોરિયન IMEનો ઉપયોગ કરવાની પદ્ધતિ રજૂ કરે છે.

  1. નોટપેડ શરૂ કરો. નોટપેડમાં કેટલાક અક્ષરો ટાઇપ કરો. આ અક્ષરો બાદમાં તમને IME વિન્ડો સારી રીતે દર્શાવવા માટે મદદ કરશે.
  1. સક્રીય એપ્લિકેશન તરીકે નોટપેડ સાથે ઇનપુટ લોકલ ઇન્ડિકેટર પર ક્લિક કરો અને કોરિયન પસંદ કરો. નવી ઇનપુટ લેંગ્વેજ કોરિયન છે તે દર્શાવવા આ ઇન્ડિકેટરનો દેખાવ KO થઇ જાય છે.

  1. નોટપેડમાં કર્સર મૂકો. કિબોર્ડ ઉપર HOME દબાવો જેથી કર્સર લીટીની શરૂઆતમાં આવે ત્યારબાદ "G" ટાઇપ કરો. નીચેની આકૃતિ તેનો દેખાવ દર્શાવે છે. નોટપેડ ઉપર તેનો "G"ને લાગુ પડતો ફોનેટિક એલિમેન્ટ દેખાય છે અને બ્લોક કર્સરની સાથે હાઇલાઇટ થાય છે. આ હાઇલાઇટ થયેલા અક્ષરને કમ્પોઝિશન સ્ટ્રિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહી નોંધો કે અન્ય ભાષાઓ માટે IMEથી વિપરિત કમ્પોઝિશન સ્ટ્રિંગ નોટપેડને મોકલવામાં આવે છે અને વપરાશકર્તા સિંગલ ફોનેટિક એલિમેન્ટ દાખલ કરે તેની સાથે જ વર્તમાન ટેક્સ્ટની ડાબી બાજુ દાખલ કરવામાં આવે છે.

  1. આ વખતે વચગાળાનો અક્ષર કમ્પોઝિશન સ્ટ્રિંગ ધરાવે છે કારણ કે વપરાશકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલું કોઇપણ વધારાનું ફોનેટિક એલિમેન્ટ તેના સ્થાને કમ્પોઝિશન સ્ટ્રિંગને બદલે છે. હવે "K"અને ત્યારબાદ "S" ટાઇપ કરો. એ વાત નોંધો કે વચગાળાનો અક્ષર દરેક કીસ્ટ્રોકની સાથે બદલાય છે.

  1. હવે જમણી બાજુની CTRL દબાવો. કેન્ડિડેટ વિન્ડો દેખાય છે તેમાં હાંજા અક્ષરોની યાદી દર્શાવે છે તમે G+K+S દાખલ કરેલા ઉચ્ચારણ માટે પસંદ કરી શકો છો.

  1. યાદીમાં પ્રથમ એન્ટ્રીમાં સંખ્યા "1" ટાઇપ કરો. કેન્ડિડેટ વિન્ડો બંધ થાય છે અને પસંદ કરાયેલા અક્ષર સાથે કમ્પોઝિશન સ્ટ્રિંગ અપડેટ થાય છે. ​

  1. "R", "N", અને "R" ટાઇપ કરો. ત્યારબાદ અન્ય અક્ષર દાખલ કરવા માટે જમણી બાજુની CTRL કી દબાવો.

  1. પ્રથમ એન્ટ્રી પસંદ કરવા માટે "1" ટાઇપ કરો. IMEનો ઉપયોગ કરીને તમે હવે સફળતાપૂર્વક બે કોરિયન અક્ષરો દાખલ કર્યા છે. કોરિયન અક્ષરો નોટપેડમાં ટેક્સ્ટ સ્ટ્રિંગના પહેલેથી જ ભાગ છે.


જરૂરિયાતો

ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો XP
ઉપલબ્ધ હાર્ડ ડિસ્ક જગ્યાઓછામાં ઓછી 230 MB
ફોરેન લેંગ્વેજ ફાઇલ લોકેશન વિન્ડો XP ઇન્સ્ટોલેશન કોમ્પેક્ટ ડિસ્ક અથવા વિન્ડો XP ઇન્સ્ટોલેશન ફાઇલ સાથે નેટવર્ક લોકેશન
સમય ફોરેન લેંગ્વેજ ફાઇલ ઇન્સ્ટોલ કરવા માટે આશરે દસ મિનિટ ચાર જુદી-જુદી દરેક IMEsની સમીક્ષા કરવા માટે આશરે દસ મિનિટ

​ 


​​​​​ ​​​​​​​​​​​​​​​​​​
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.